રશિયા(Russia)એ બુધવારે દુનિયાની પહેલી કોરોનાની વેક્સીન(corona vaccine)નું લોન્ચ કર્યું. જે અંગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એલાન કર્યું. ગમાલ્યા ઇન્સ્ટીટયુટ દ્વારા આ રસી તૈયાર કરવામાં આવી છે. રજીસ્ટ્રેશનના ત્રણ સાત દિવસમાં સામાન્ય નાગરિકને આ રસી ઉપલબ્ધ થઇ જશે. જોકે રશિયાનાં આ દાવા પર વિશ્વના કેટલાક નિષ્ણાતો સવાલો ઉઠાવી રહ્યા છે કે આટલા ઓછા સમયમાં રશિયાએ રસી કઈ રીતે તૈયાર કરી.
રશિયા દ્વારા અચાનક રસી લોન્ચ કરી દેતા શંકા

ઓગસ્ટની શરૂઆતમાં રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રસીનું ટ્રાયલ પૂરૂ થઇ ગયું છે અને સપ્ટેમબરમાં તેનું પ્રોડક્શન શરુ થશે. અચાનક જ રશિયા દ્વારા રસી લોન્ચ કરી દેતા શંકા થઇ રહી છે. આટલા ઓછા સમયમાં રસી લોન્ચ કરી દેતા એક્સપર્ટસને શંકા થઇ રહી છે. જણાવી દઈએ કે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બીજા અને ત્રીજા ટ્રાયલના સર્વજિનક આંકડા આપવામાં આવ્યા નથી, WHOએ પણ કહ્યું છે કે તેમની પાસે માત્ર ફેઝ વનના જ આંકડાઓ છે. બીજું અને ત્રીજું ટ્રાયલ ખૂબ અગત્યનું હોય છે.
રશિયાએ ઉતાવળમાં લોન્ચ કરી રસી

ટ્રાયલસાઈટ નામની એક વેબસાઈટના અહેવાલ મુજબ રશિયાની આ વેક્સીનના ફેઝ વન પૂર્ણ થયાને એક મહિનો પણ નથી થયો. માટે માનવામાં આવી રહ્યું છે કે રશિયાએ ત્રીજા ટ્રાયલ વગર લોન્ચ કરી દીધી છે. નિષ્ણાતો માનવું છે કે, રશિયાએ આ રસી લોન્ચ કરવામાં ઉતાવળમાં કરી છે. આ બધાના જવાબ આપતા રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના મહામારીના વિશેષજ્ઞ નિકોલઈ બિક્રોએ જણાવ્યું કે રસી બનાવવાની શરૂઆત એકદમ જીરોથી નથી કરી માટે આટલા સમયમાં કોરોનાની રસી લોન્ચ કરી દેવામાં સક્ષમ છે. ગમાલ્યા રિસર્ચ સેન્ટર આ પ્રકારની રસી બનાવવામાં પ્રખ્યાત છે.
આ પણ વાંચો : રશિયાએ લોન્ચ કરી દુનિયાની પહેલી કોરોની વેક્સીન, કોને-ક્યારે મળશે ? જાણો વેક્સીન અંગે તમામ સવાલના જવાબ
