કાશ્મીરી પંડિતના હિજરત પર બનેલી વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ “શિકારા”નો એક ડાયલોગ સોશ્યિલ મિડીયા પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. આ ડાયલોગ છે, ‘અમે પાછા આવીશું’. એક અહેવાલ મુજબ, આ હેશટેગ સાથે ટ્વિટર પર કાશ્મીરી પંડિત વિડીયો અને ફોટાઓ સાથે ફરી પાછા ઘાટી પર વળવાની વાતો કરી રહ્યા છે.
આ વિડીયોમાં કેટલાક લોકો કહે છે કે, “અમે આવીશું અમારા વતન, અહીં જ મરીશું અને આજ પાણીમાં અમારી અસ્થિને વહાવીશું. રંગમંચ કલાકાર ચંદન સાધુએ પણ આ વસ્તુમાં ભાગ લીધો અને કાશ્મીરી પંડિતોને પ્રાર્થના કરી કે તે પોતાનો સંદેશો રેકોર્ડ કરો અને #HumWapasAayenge સાથે શેર કરો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જુલાઈ 2019 રાજ્યસભામાં કહ્યું હતું કે, કેન્દ્રીય સરકાર કાશ્મીરી પંડિતો અને સૂફીઓને કાશ્મીર ઘાટીમાં લાવવામાં માટે પ્રતિબંધ કરે છે. એક સમય એવો આવશે જયારે કાશ્મીરી પંડિતો પ્રસિદ્ધ ખીર ભવાની મંદિરમાં પૂજા-પાઠ કરશે અને તેમની સાથે સૂફીઓ પણ હશે.
ગૃહ પ્રધાને વધુમાં કહ્યું હતું કે, કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમના કેટલાક મંદિરો તોડી નાખવામાં આવ્યા હતા. સૂફીવાદને રાજ્યમાં નિશાને લેવામાં આવ્યા હતા કારણકે, તેઓ એકતાની વાતો કરતા હતા. જણાવી દઈએ કે શ્રીનગરથી લગભગ 14 કિલોમીટર પૂર્વમાં સ્થિત ખીર ભવાની મંદિર કાશ્મીરીઓના પવિત્ર તીર્થ સ્થાનોમાંથી એક છે.
સ્થળાંતર કરનારાઓને પેકેજ મળશે
ઓક્ટોબર 2019માં કેન્દ્રીય પ્રધાનમંડળ પ્રકાશ જાવડેકરે જાહેર કર્યું કે પીઓકે થી જમ્મૂ-કાશ્મીર અને દેશના અન્ય ભાગોમાં આવીને વસવાટ કરનાર પરિવારો માટે કેન્દ્ર સરકાર મદદ કરશે. તેમણે કહ્યું હતું કે પ્રતિ પરિવારને 5.5 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. તેથી અહીં વસવાટ કરતા પરિવારોને ન્યાય મળશે. પીઓકેમાંથી 5300 વસવાટ કરતા પરિવારો જમ્મૂ-કાશ્મીરના અન્ય ભાગોમાં વસી ગયા હતા.
