ભારતમાં કોરોના(Corona virus india)ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના 27 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે 53 હજારથી વધુ લોકોના મોત થયા છે. તેની સામે અત્યાર સુધીમાં કોરોનાથી સારા થયેલા દર્દીઓની આંકડો 21 લાખ નજીક પહોંચી ગયો છે. ત્યારે દુનિયાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો સતત એક વાત કહી રહ્યા છે કે ભારતમાં લોકોનામાં કોરોના એન્ટીબોડીઝ(Antibody) બહું ઝડપથી વિકસી રહી છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં આટલી ઝડપથી એન્ટીબોડી બની રહી નથી. ભારતમાં દર ચોથા વ્યક્તિમાં એન્ટિબોડી છે.
આ કારણે ભારતના લોકોમાં એન્ટિબોડીનું પ્રમાણ વધુ

દિલ્હી અને મુંબઈમાં શરૂઆતમાં ખુબ ઝડપથી વાયરસ ફેલાયો હતો. દિલ્હીમાં મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા હતા. દિલ્હીમાં પહેલા સીરો સર્વેમાં 23 ટકા એન્ટીબોડી અને બીજા સીરો સર્વેમાં 29 ટકા એન્ટીબોડી વિકસી હોવાનું જાણવા મળ્યું હતુ. વિશેષજ્ઞો મુજબ, વિકસિત દેઓમાં લોકોની જીવનશૈલીની સુવિધા વધુ છે જેની સરખામણીમાં વિકાસશીલ દેશોમાં ઘણી ઓછી છે, માટે તેઓ અલગ અલગ રીતે વાયરસ સાથે સામનો કરી રહ્યા છે. આ કારણે તેમના શરીરમાં અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાની શક્તિ પેદા થઈ જાય છે.
આ કારણે ભારતમાં રિકવરી રેટ વધુ

ભારતીયોમાં ફ્લૂ અને ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી સામે લાડવા પહેલાથી એન્ટિબોડી છે. જેના લક્ષણ ઘણા કોરોના જેવા જ છે. કેટલીક ઉણપ દવાઓમાંથી પુરી થઈ જાય છે માટે કોરોનાના સામાન્ય લક્ષણોમાં તેઓ ઉભરી આવે છે. જેથી ભારતમાં રિકવરી રેટ સારો છે.
કોરોના નવો વાયરસ છે એટલે અલગ અલગ ઈમ્યુનિટીની જરુર છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન અને સીડીસીનો રિપોર્ટ મુજબ એન્ટીબોડીનો 90 ટકા ભાગ 28 દિવસમાં ખતમ થઈ જાય છે. જ્યારે 93 ટકા એન્ટીબોડી 28થી 40 દિવસની અંદર ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં તેઓ ફરી કોરોનાની ઝપેટમાં આવી શકે છે. જેથી સાવધાની રાખવી ખુબ જરુરી છે.
આ પણ વાંચો : PM મોદીનો પત્ર વાંચી ભાવુક થયા મહેન્દ્ર સિંહ ધોની, આભાર માનતા કહ્યું…
