ભક્તો મહાદેવના મંદિરે ફૂલ, હાર, બીલીપત્ર, દૂધ, પાણી ચઢાવે છે પરંતુ સુરતના રૂંઢનાથ મહાદેવના મંદિરે લોકો પોતાની મનોકામના પુરી કરવા મહાદેવને જીવતા કરચલા ચઢાવે છે. ભક્તો મનોકામના પુરી થતા વર્ષમાં એક વખત જીવતા કરચલા ચઢાવે છે. જે લોકો શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય અને તેમા પણ ખાસ જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તે લોકો શિવલિંગ પર કરચલા ચઢાવતા હોય છે. તેમજ આજે જ મૃત્યુ પામનાર લોકોના પરિવાર મૃતકોની ઈચ્છા મુજબ તેમની મનગમતી ખાવા-પીવાની વસ્તુઓ સ્મશાન પર ચઢાવે છે.

જીવતા કરચલા ચઢાવવા પાછળનું કારણ
રૂંઢનાથ શિવ મંદિર ખાતે કરચલા ચઢાવવાની પરંપરા વર્ષો જૂની છે. આ પાછળ એક દંતકથા પણ છે. ભગવાન રામે વનવાસ દરમિયાન શિવજીની આરાધના કરી હતી. ત્યારથી આ મંદિરનું અસ્તિત્વ છે. માનવામાં આવે છે કે આદિકાળમાં મંદિરની જગ્યા પર દરિયો વહેતો હતો.

આ સમયે કંઈક એવી ઘટના બની હતી ત્યારથી મંદિરમાં કરચલા ચઢાવવાની પરંપરા ચાલતી આવે છે ગત વર્ષે જેમની મનોકામના પૂરી થઈ હોય તેમજ જે લોકો પોતાની મનોકામના પૂરી થઈ હોય તે લોકો ભગવાન શિવને કરચલા ચઢાવે છે દેશનું આ પ્રથમ એવું મંદિર છે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચઢાવવામાં આવે છે

રૂંઢનાથ મહાદેવના મંદિરની નજીક આવેલ રામઘેલા સ્મશાન ઘાટમાં મૃત્યુ પામનારના પરિવારના લોકો જ્યાં મૃતકોની અંતિમક્રિયા કરી હોય તે જગ્યા પર મૃતકને ભાવતી વસ્તુઓ અર્પણ કરે છે. જો મૃતક બીડી, સિગારેટ કે દારૂ પીવાનો શોખીન હોય કે તે પણ અર્પણ કરે છે

લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુઓ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે.
