CAA અને NRCના બહાને જેએનયુ, જામિયા મિલિયામાં જે કંઇ થઇ રહ્યું છે એ આકસ્મિક છે? વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે છે? દેશના હિતમાં છે? જેએનયુમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હતા તો પછી ભારત તોડો ગેંગે સર્વર શા માટે ઠપ્પ કરી નાખ્યું? આવા અનેક સવાલોને ફંફોસીએ તો આમાં કંઇજ વિદ્યાર્થીઓના હિતમાં નથી. માત્ર વિદ્યાર્થીઓનો ઘેટાં તરીકે દુરૂપયોગ થઇ રહ્યો છે, અને જેએનયુમાં આ પહેલીવાર પણ થયું નથી કે નથી કંઇ નવું, એ એક વૈચારિક સંઘર્ષનું પરિણામ છે.

આ પહેલા પણ જેએનયુના પરિસરમાં, એના વર્ગ ખંડોમાં ભારત વિરોધી હરકતો થતી રહી છે. આતંકવાદીઓના ગુણગાન ગવાયા છે. દેશના મહાપુરૂષો-દેવીદેવતાઓને અપમાનિત કરવાના કે એમના વિશે ગલીચ-ગંદો પ્રચાર થતો રહ્યો છે. એનું એકમાત્ર કારણ એ વિદેશી વિચારધારા માર્ક્સવાદ-લેલિનની ૭૦ વર્ષથી ડાબેરી વિચારધારાનો અડ્ડો છે. ડાબેરીઓ-લાલ સલામની એક તાસીર રહી છે અમે જે કરીએ એજ સાચું. વિરોધ કરશો તો કચડી નાખીશું. કદાચ એટલે જ ડો. આંબેડકરે ડાબેરી વિચારધારાને લોકતંત્ર વિરોધી, હિંસક અને અરાજક વિચારધારા કહી છે.

જેએનયુની સ્થાપના સમયથી ડાબેરી રાજકારણીઓ, બૌદ્ધિકો અને પ્રોફેસરોએ એનો ઉપયોગ ભણવા કરતા ડાબેરી વિચારધારાના ઝેરને યુવામાનસમાં ઘોળવા માટે દુરૂપયોગ વધુ કર્યો. અહીંના વિદ્યાર્થીઓને હાથો બનાવી દેશ વિરોધી, ભારતીય સંસ્કૃતિ વિરોધી, ધર્મ વિરોધી વાતાવરણ બનાવવા કે જાતિવાદને ભડકાવવા માટે થતો આવ્યો છે.

ઘટનાઓનો ઇતિહાસ બતાવે છે કે 1980 માં ટુકડે ગેંગે આખી જેએનયુમાં આતંક મચાવેલો. ડાબેરી ગુંડાઓની હિંસા આતંકથી ગભરાયેલા તત્કાલીન વડાપ્રધાને 46 દિવસ – 16 નવેમ્બર 1980 થી 3 જાન્યુઆરી 1981 સુધી જેએનયુ બંધ કરાવી દીધી હતી. જેએનયુ સ્ટૂડન્ટ યૂનિયનના (જેએનયુએસયુ)ના પ્રમુખ રાજન સી. જેમ્સની પોલીસે હિંસા ફેલાવવા માટે ધરપકડ કરી હતી.
એ વખતે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવા રાષ્ટ્રભક્તિથી તરબોળ વિદ્યાર્થી સંગઠનો જેએનયુ પ્રવેશી પણ શકતા નહોતા.

એટલો ખોફ, આતંક અને અરાજકતા ડાબેરી સંગઠનોનો હતો. રાજીવ ગાંધીની જીવની લખનાર મિન્હાજ મર્ચન્ટ કહે છે: ‘જેએનયુનો ડાબેરી દ્વારા ઉશ્કેરણી થયેલી હિંસાનો બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે. એમની હિંસાના કારણે જ જેએનયુ 46 દિવસ બંધ કરી દેવી પડી હતી.’ એ હિંસા બે ડાબેરી જૂથો વચ્ચે થયેલી. એટલું જ નહીં પોલીસે ડાબેરીઓની ધરપકડ કરી કાયદાનો એવો ગાળીયો મજબૂત કર્યો કે ડાબેરી નેતાઓએ સરકારની લેખિત માફી માગવી પડી. અત્યાારે ખુલેઆમ દેશ તોડવાના નારા લગાવતા બેફામ બનેલા ડાબેરી વિદ્યાર્થી નેતાઓ એ વખતે પોતાની આઝાદી માટે તરફડતા હતા.

દેશના ટુકડા કરવાના મનસુબા સેવતા ગેંગ એ એક અર્થમાં તો શહેરી માઓવાદ જ છે. ઘણા એને ‘શહેરી નક્સલવાદ પણ કહે છે. આજે તે માઓવાદૃના નામે ભારતના ટુક્ડે-ટુક્ડા કરવા દૃેશભરમાં અરાજક્તા ફેલાવી રહ્યો છે. એમાં કહેવાતા બોદ્ધિકો તેમજ મીડિયામાં બેઠ્લા કેટલાક લોકો પણ આમાં સામેલ છે. એમની જમીન સરકી રહી હોવાથી હવે આ લોકો વનવાસી વિસ્તારમાં વિકાસના કામો થવા દેતા નથી. એવી જ રીતે જાતિવાદ ઓછા થાય એ ડાબેરીઓને પરવડે એમ નથી એથી દેશભરમાં જાતિવાદ વધે એ માટે જાત જાતના જૂઠ ચલાવી રહ્યા છે.
એના વાયરસ પશ્ચિમની ધરતીથી ફેલાવાય છે.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના બુદ્ધિજીવીઓએ અપનાવીને 1952-53નાં વર્ષોમાં પ્રો. સ્ટુઅર્ટ હોલના નેતૃત્વમાં ‘સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડિઝ’ સ્થાપના કરીને ઘોષણા કરી કે કેન્દ્રનું ધ્યેય સાંસ્કૃતિક અધ્યયનનું નહીં, પરંતુ ભ્રામક અને જૂઠના આધાર પર નવા સાંસ્કૃતિક મૂલ્યોને પ્રસ્થાપિત કરવાનું રહેશે ! આ કેન્દ્ર દ્વારા મૂળભૂત સાંસ્કૃતિક મૂલ્યો-પરંપરાઓની જગ્યાએ સમાજમાં ભ્રમ ઊભા કરે તેવા સાંસ્કૃતિક મૂલ્યો ઊભાં કરવાનું ષડયંત્ર કરવાનું અધમ કૃત્ય એ લોકો કરી રહ્યા હતા.

ભારતમાં મહિષાસુર મહોત્સવ કે ગો-માંસ ભક્ષણ પાર્ટી વગેરેનાં આયોજનો પણ ભારતના મૂલ્યો સામે ભ્રમ ઊભો કરવા આ અર્બન નકસલો કરી રહ્યા છે. આવાં ષડયંત્રો માટે અર્બન નકસલી ગેંગ ક્બીર, ડૉ. આંબેડકર કે પેરિયાર જેવાં નામોનો દુરૂપયોગ કરી તેમના નામે સંગઠનો ઊભાં કરી ગુપ્ત એજન્ડા જેવી પત્રિકાઓ ફરતી કરી સમાજમાં જાતિવાદ, અરાજકતા- આતંક ફેલાવે છે. દલિત – સવર્ણ ઝગડા, ખેડૂતોની સમસ્યા, બેકારી, બંધારણ બચાઓ- આવબધું જાણે ૨૦૧૪ પછી શરૂ થયું, એવો ભ્રામક પ્રચાર ભારત તોડો ગેંગની યોજનાનો ભાગ છે.

રાજકારણ, કલા-ફિલ્મ, મીડિયા, સાહિત્ય શિક્ષણ અને એનજીઓ – આ ક્ષેત્રોને બિનસાંપ્રદાયિકતાના ઓથા હેઠળ ડાબેરી વિચારધારાથી રંગરંગીત કરવામાં આવી છે. પરિણામે શિક્ષણમાં ઇતિહાસના નામે જૂઠ, ફિલ્મોમાં, મીડિયાના એક ચોક્કસ વર્ગમાં અને એનજીઓના માધ્યમથી ભારત, ભારતીયતા, સંસ્કૃતિ, ધર્મ સામે નફરત પેદા કરવાના યોજનાપૂર્વક વૈચારિક આક્રમણ બેરોકટોક ચાલતું રહ્યું.

જેએનયુમાં 1998-99થી શરૂ થયેલા મહિષાસુર મહોત્સવ જેવાં ષડયંત્રો 2004થી 2014 સુધી સુષુપ્ત રહ્યાં, પરંતુ 2014માં મોદૃીશાસન આવ્યા પછી દેશ અને બંધારણ વિરોધીઓ એવા શહેરી નકસલવાદીઓ ફરી સક્રિય થયા. ભારતમાં જામિયા મિલીયા, જેએનયુ, જાદવપુર યુનિવર્સિટી, હૈદૃરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી, ચેન્નઈની આઈઆઈટી સહિત ભારતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં માઓવાદી-ટુકડે ગેંગ દ્વારા ભારતીય પરંપરાઓ અને મૂલ્યો સામે યુવાવર્ગને ઉશ્કેરવા અને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
આ શહેરી નકસલીઓ-માઓવાદીઓ છાતી ઠોકીને ક્હેતા હોય છે કે અમારા પ્રયત્નોથી એક્વાર ભ્રમિત થયેલાે યુવાન આજન્મ ભારતીય તો રહેશે, પરંતુ તે ભારતીય મૂલ્યો અને પરંપરાઓને ક્યારેય સ્વીકારશે નહીં !
આવાં ષડયંત્રોથી ભારતે ભયભીત થવાની જરૂર નથી. ભારત હજારો વર્ષથી આવા ષડયંત્રકારીઓનો સામનો કરતો આવ્યું છે, અને એટલે જ CAB ના CAA બહાને જૂઠ ફેલાવી દેશભરમાં અરાજકતા, હિંસા અને આતંક ફેલાવવાનું અર્બન નક્સલીઓનું ષડયંત્ર સફળ નહીં થાય. હા, ભારતીયોએ સાવધ રહેવું પડશે. ૨૦૧૪ સુધી ડાબેરીઓ બેરોકટોક અહીં મનમાની કરતા રહ્યા પરંતુ એ પછી તસવીર બદલાઇ ગઇ.
પહેલીવાર અહીં અફઝલ ગુરૂ જેવા ખૂંખાર આતંકવાદીના ગુણગાન ગાવાના બદલે સ્વામી વિવેકાનંદના વિચારો વહેતા થવા લાગ્યા. આતંકવાદીઓનું મહિમા મંડન થતું હતું એ કેમ્પસમાં રાષ્ટ્રપુરૂષોના જય જયકાર થવા લાગ્યા છે. પાકિસ્તાની ધ્વજ લહેરાતો ત્યાં તિરંગો ફરકવા લાગ્યો. સંઘર્ષના મૂળમાં આ બધી ઘટનાઓ છે. ડાબેરીઓ હવે અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. એમના મજબૂત ગઢમાં ગાબડા પડી ગયા છે. હવે એ પૂરી તાકાતથી દેશ તોડવા મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓને હાથા બનાવી રહ્યા છે. જોકે આ લોકો ડાબેરીઓના મનસૂબા ઓળખી ગયા છે.
જાણીતા લેખક અને રાજકીય જાણકાર કિશોરભાઈ મકવાણાની કલમે
