દેશભરમાં નાગરિકતા સંશોધન કાનૂન(CAA) અને NRC વિરુદ્ધ જ્યાં જ્યાં વિરોધ પ્રદર્શન થયા છે હિંસાઓ થઇ છે તે રાજ્યો માં સરકરે સીઆરપીસીની ધારા 144 લાગુ કરી દીધી છે. જ્યાં ધારા 144 લગાવ્યા પછી શાંતિ ભાગ થવાની આશંકા હોય છે, ત્યાં પોલીસ અને સુરક્ષા દળ ફ્લેગ માર્ચ કરી રહ્યા છે., કોઈ પણ શારેમાં લો એન્ડ ઓર્ડર બગડવાની સંભાવના અથવા કોઈ ઘટના પછી હાલત કાબુમાં કરવા માટે ફ્લેગ માર્ચ કરવામાં આવે છે.
શું હોય છે ફ્લેગ માર્ચ ?
યુપીના ઉચ્ચ પોલીસ અધિકારી દીપેશ જુનેજા મુજબ ફ્લેગ માર્ચ એક ઇમર્જન્સી પ્રશાસનિય કાર્યક્રમ હોય છે. આ એ સમયે જરૂરી હોય છે જ્યાં કોઈ પ્રદેશ, શહેર અથવા કોઈ એવા વિસ્તારમાં જ્યાં કાનૂન વ્યવસ્થા બગડવાથી જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે અથવા થવાની સંભાવના હોય છે. કોઈ પણ તણાવપૂર્ણ સ્થિતિને કાબુ કરવા, જનજીવન અને સામાજિક વાતાવરણને સામાન્ય બનાવી રાખવા માટે ફ્લેગ માર્ચ કરવામાં આવે છે.
કોણ કરે છે આ ફ્લેગ માર્ચ અને ક્યાંથી આવ્યો આ શબ્દ ?
શહેરમાં સુરક્ષા અને સામાજિક સોહાર્દ બનાવી રાખવા માટે પીએસી, સેના અથવા અર્ધસૈનિક બળના જવાનો અધિકારીના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ કરે છે.
કેટલાક જાણકારો મુજબ, તિરંગા આપડો રાષ્ટ્રીય ધ્વજ છે અને દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તિરંગાનો પ્રત્યેક રંગ મહત્વપૂર્ણ છે. જો દેશવાસીઓને સોહાર્દ, રાષ્ટ્રીય એકતા અને સખંડતાનો સંદેશ આપે છે. માટે નાજુક અથવા તણાવગ્રસ્ત હાલત માં જનસાધારણને પુનઃ જાગૃત કરવા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાંથી જ ફ્લેગ માર્ચ શબ્દ લેવામાં આવ્યો છે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.