ડુંગળીની કિંમત પર હજુ પણ રાહત નથી અને આ 100 રૂપિયા કિલોથી મોંઘા વેચાઈ રહ્યા છે. નવી ડુંગળીની આવક હજુ શરુ નથી થઇ એવામાં ડુંગળી વિદેશ માંથી આયાત કરવામાં આવી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, રાજ્ય સરકાર લગભગ 5000 ટન ડુંગળી નથી ઉઠાવી રહી જેને બીજા દેશો માંથી આયાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર ડુંગળીની નવી આવકની રાહ જોઈ રહી છે, જેનાથી કિંમતમાં નરમી આવવાની સંભાવવના છે.
5000 ટન ડુંગળીની આયાત થઇ ચુકી છે
કિંમત પર લગામ લગાવવા સરકારે તુર્કી, મિસ્ત્ર, અફગાનિસ્તાન અને શ્રી લંકાથી 45 હજાર ટન ડુંગળી આયાત કરવાનો નિર્ણય કર્યો જેમાંથી 5 હજાર ટન ડુંગળી આયાત થઇ ગઈ છે. હજારો ટન રસ્તામાં છે. સંબંધિત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે જો ડુંગળી નહિ ઉઠાવે તો કેન્દ્રને ઘણું નુકશાન થશે, કારણ કે લાંબા સમય સુધી સ્ટોર કરી નહિ રાખી શકાય.
ડુંગળીના નવા પાકની આવક

બજારો સુધી નવા પાકની આવક ધીરે ધીરે શરુ થઇ ગઈ છે. મહારાષ્ટ્ર્ના લાસલગામ બજારમાં ગુરુવારે 1 કવિન્ટલની ડુંગળીની કિંમત 3500 હતી જે એક મહિનામાં પહેલા 8600 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જો કે છુટક માર્કેટની કિંમતમાં હજુ પણ 90 રૂપિયા નજીક બની છે.
બે ઘણૉ થયો ડુંગળીનો સ્ટોક
ગયા વર્ષે ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતને જોઈ સરકાર અત્યારથી જ તૈયારી લાગી ગઈ છે જેથી હાલત ફરી આવા ન બને. કેન્દ્ર સરકારએ ડુંગળીના બફર સ્ટોકને બે ઘણા નજીક કરતા લાખ ટન બનાવવાની નિર્ણય કર્યો છે. ગયા વર્ષે ડુંગળીનો 56,000 ટન બફર સ્ટોક તૈયાર કરાયા છતાં કિંમત પર લગામ નહિ લગાવી શકાઈ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.