આયોધ્યા જમીન વિવાદ મામલે અંતિમ દિવસેની સુનાવણીમાં થયા ઘણા નાટકો. કોર્ટમાં જજોના બેચની સામે મુસ્લિમ પક્ષના વકીલે આયોધ્યાને સંબંધિત એક નકશો ફાડી નાખ્યો, જેને લઇ કોર્ટમાં ઉગ્રતાથી નાટકો થયા. ત્યાર પછી હિન્દૂ મહાસભાના વકીલ અને મુસ્લિમ પક્ષ ના વકીલ વચ્ચે તીખી દલીલો થઇ. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગાઈએ રોષ વ્યક્ત કર્યો.
પાંચ ટુકડામાં ફાડ્યો નકશો
40માં દિવસની સુનાવણીમાં હિન્દૂ મહાસભાના વકીલ વિકાસ સિંઘે આયોધ્યાને લાગતો એક નકશો બતાવ્યો. આ નકશો ઓક્સફોર્ડની એક બુક નો ભાગ હતો. આ નકશાને મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડી નાખ્યો. મળતી માહિતી અનુસાર, તેમણે નક્શાના પાંચ ટુકડા કરી નાખ્યા.
ચીફ જસ્ટિસનો રોષ, આપી ચેતવણી
નકશા ફાળવણી ઘટના પછી વકીલો વચ્ચે તીખી દલીલ થવા લાગી. જેના પર ચીફ જસ્ટિસ સાથે આખી બેન્ચે રોષ જતાવ્યો. એમને કહ્યું કે જો આવી જ રીતે દલીલ ચાલશે તો તેઓ ઉઠીને જતા રહેશે. જેના પર હિન્દૂ મહાસભાના વકીલે કહ્યું કે તેઓ કોર્ટની ઘણી ઈજ્જત કરે છે અને તેમને કોર્ટની મર્યાદાને ભંગ નથી કરી.