સેક્રેડ ગેમ્સના સેકન્ડ સીઝનની બધાને આતુરતાથી રાહ હતી. જે આખરે 14 ઓગસ્ટના રાત્રે 12 વાગ્યે પૂર્ણ થઈ છે. સેક્રેડ ગેમ્સને ગત રાત્રે 12વાગ્યે જ રિલીઝ કરવામાં આવી છે. ગેમ મોટી થવાને કારણે તેનું બજેટ પણ વધ્યું છે. એક રિપોર્ટના અનુસાર, નેટફ્લિક્સે ભારતનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ સેક્રેડ ગેમ્સથી મેળવ્યું છે.
એક એક્સપર્ટએ કહ્યું કે તેણે આ સિરીઝ પર 100 કરોડનો ખર્ચ કર્યો છે. તેમને એ પણ જણાવ્યું કે ભારતના વેબ શોએ 12 એપિસોડની સીરિઝમાં એક એપિસોડ માટે 3 થી 4 કરોડ સુધી ખર્ચ કર્યા છે.
ઇન્ટરનેશનલ ઓરિજિનલ્સના ડાયરેક્ટર નેહા સિંહાએ નેટફ્લિક્સ ઇન્ડિયા અંગે જણાવ્યું કે તેઓ સેક્રેડ ગેમ્સ સીઝન 2 ને વધુ મોટી અને બેટર બનાવવા ઈચ્છે છે. જે રીતે દર એક ક્લીપ્સમાં તેઓ પ્રોમિસ કરી રહ્યા છે કે આ સીઝન વધુ કોમ્પ્લેક્સ અને સસ્પેન્સથી ભરપૂર હશે તેના કારણે લોકોમાં જિજ્ઞાસાની ભાવના વધી રહી છે કે શું હશે આ સીઝનમાં નવું, સેક્રેડ ગેમ્સના પ્રમોશન્સ પણ ખુબ જ જોરમાં ચાલી રહ્યા હતા.
બીજી વાત એ છે કે આ શોમાં 2 જુદા નેરેટિવ ટ્રેક્સ છે. અનુરાગ કશ્યપ, નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ પ્રમોશન્સ કરી રહ્યા છે જયારે નીરજ ઘાયવાન, સૈફ અલી ખાન સાથે પ્રમોશન્સમાં વ્યસ્ત છે. મીડિયા અને એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીના રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સેક્રેડ ગેમ્સ સૌથી પ્રખ્યાત શો છે, જેથી નેટફ્લિક્સ પણ ખુબ જ ઉત્સાહિત છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.