બોલીવુડના દિગ્ગજ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) પોતાની આત્મકથા (Autobiography) લખી રહ્યા છે અને એમની આ બુક ઓક્ટોબર, 2021માં પ્રકાશિત થશે. પ્રકાશન સમૂહ હાર્પર કોલિંગ ઇન્ડિયા(harper collins india)એ મંગળવારે આ વાતની જાહેરાત કરી. એક નિવેદનમાં અભિનેતાએ કહ્યું કે જીવનમાં પાછળ ફરીને જોવું, યાદ કરવું અને સમય સાથે ખોવાઈ જવાની આ વાતની નોંધણી કરવું સારું છે. ત્યારે, સૈફની આત્મકથાની જાહેરાત પછી લોકો ટ્વીટર પર તેમની મજાક ઉડાવી રહ્યા છે. એવામાં યુઝર્સ સતત ફની મીમ્સ ટ્વીટ કરી રહ્યા છે. કોઈ મીમ્સ દ્વારા લખી રહ્યું છે, ‘ભાઈ સાહેબ આ કઈ લાઈનમાં આવી ગયા તમે’, તો કોઈ લખી રહ્યું છે, ‘કેન્સલ કરો આને ભાઈ’.
અભિનેતા પોતે લખશે પોતાની આત્મકથા
પ્રકાશકે જણાવ્યું કે, આત્મકથા અભિનેતાના પોતાના ચુલબુલા, મજાકિયા અને બુદ્ધિમતા વાળા અંદાજમાં હશે અને એમાં તેઓ પોતાના પરિવાર, ઘર, સફળતા, નિષ્ફળતા, પ્રેરણા અને સિનેમાં અંગે વાત કરી રહ્યા છે. સૈફ અલી ખાને પોતાના નિવેદનમાં કહ્યું, ‘ઘણી બધી વસ્તુ બદલાઈ ગઈ છે અને જો આપડે એની નોંધણી નહિ કરીએ તો તે સમય સાથે ખોવાઈ જશે. પાછળ ફરીને જોવું, યાદ કરવું અને એ યાદની નોંધણી કરવી સારી હોય છે, આ ઘણું રસપ્રદ રહ્યું છે અને હું આ જરૂર કહીશ કે એક તરફથી આ સ્વાર્થી પ્રયાસ છે. મને ઉમ્મીદ છે કે વાચકો આ બુકનો આનંદ ઉઠાવશે.’
ફિલ્મોમાં અલગ અલગ રૂપમાં જોવા મળી ચુક્યા છે સૈફ
હાર્પર કોલિન્સ ઇન્ડિયાની કમીશનિંગ એડિટર બુશરા અહેમદે કહ્યું કે આ આત્મકથાને વાંચવું આનંદ આપવા જેવો અનુભવ હશે. સૈફ અલી ખાને ‘દિલ ચાહતા હે’, કલ હો ના હો’માં સીધા-સરળ વ્યક્તિ તો ‘ઓમકારા’માં સ્થાનીય ગેંગસ્ટરથી લઇ નેટફ્લિક્સની સિરીઝ ‘સિક્રેટ ગેમ્સ’માં પરેશાનીમાં ઘેરાયેલા પોલીસ અધિકારી જેવી અલગ-અલગ ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો : દુનિયાના આટલા ટકા કેસ ભારતમાં, શું બની ગયું છે નવું કોરોનાનું કેન્દ્ર ?
