ભોપાલ થી ભારતીય જનતા પાર્ટીની સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ત્રણ કલાકની અંદર બીજી વાર લોકસભા માં માફી માંગી છે. મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહેવાના નિવેદન પર વિપક્ષે ભારી હંગામો કર્યો હતો. ત્યાર પછી શુક્રવારે પ્રજ્ઞા ઠાકુરે માફી માંગી. લોકસભામાં એમણે કહ્યું કે મેં નાથુરામ ગોડસેને દેશભક્ત નથી કહ્યું. છતાં કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું.
સાધ્વી પ્રજ્ઞા એ બીજી વખત માફી માંગતા કહ્યું કે..’ મેં 27/11/2019ના રોજ SPG બિલ પર ચર્ચા દરમિયાન નાથુરામ ગોડસેને દેશભક્ત નથી કહ્યું, છતાં મારા નિવેદનથી કોઈને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું.
આ પહેલા બપોરે 12 વાગ્યે લોકસભા માં સાધ્વી પ્રજ્ઞા એ માફી માંગી લીધી હતી, પરંતુ એ છતાં વિપક્ષે હંગામો કર્યો હતો. ત્યાર બાદ લોકસભામાં સ્પીકરે સર્વદળીય બેઠક બોલાવી હતી, જેમાં નક્કી થયું હતું કે પ્રજ્ઞા સદનમાં ફરી માંફી માંગશે
પહેલા નિવેદનમાં શું કહ્યું હતું?
સાધ્વી પ્રજ્ઞા એ લોકસભામાં પોતાના નિવેદનને લઇ માફી માંગી હતી, પરંતુ એની સાથે તેમણે નામ લીધા વગર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર હુમલો કરી દીધો હતો. જેના પર વિવાદ થઇ ગયો હતો.

સાધ્વી પ્રજ્ઞાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘ ઘટનાક્રમમાં સૌથી પહેલા મારા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીથી કોઈને ખોટું લાગ્યું હોય તો હું એમાં પ્રત્યે ક્ષમા માંગુ છું. પરંતુ એ પણ કહેવા માંગુ છું કે સાંસદમાં મારા નિવેદનન તોડીમરોડીને રજુ કરવામાં આવ્યું છે. મારુ કહેવું કઈ બીજું હતું પણ એના કોઈ ખોટા રૂપમાં રજુ કરવામાં આવ્યું.
સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે, ‘મહાત્મા ગાંધી દ્વારા દેશ પ્રત્યે સેવા ભાવને હું સન્માન કરું છું. પરંતુ મેં સદનને ધ્યાન અપાવવા માંગુ છું કે આજ સદનના એક માનનીય સદસ્ય દ્વારા મને સાર્વજનિક રીતે આતંકવાદી કહેવામાં આવી છે. મારી સાથે તત્કાલીન સરકાર દ્વારા રચવામાં આવેલ ષડયંત્ર છતાં કોઈ આરોપી સિદ્ધ થયા નથી, જ્યાં સુધી કોર્ટ દ્વારા મને આરોપી સાબિત ન કરવામાં આવે ત્યાં સુધી મને આતંકવાદી કહેવું કાનૂનને વિરુદ્ધ છે.
બીજેપી સાંસદે કહું કે, ‘કોઈ આરોપ સિદ્ધ કર્યા વગર આતંકવાદી કહેવું એક મહિલા, સાંસદ કે સન્યાસી માટે મારા સન્માન પર હુમલો કરી મને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક મહિલા હોવા છતાં તત્કાલીન સરકાર દ્વારા માનસિક, શારીરિક રૂપમાં મને ત્રાસ આપવામાં…
આ પણ વાંચો : ગોડસેને દેશભક્ત કહેવું પ્રજ્ઞાને ભારે પડ્યું, ભાજપે લીધો મહત્વનો નિર્ણય
સાધ્વીની સામે જોકે વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો હતો.વિપક્ષી સભ્યોનુ કહેવુ હતુ કે, માફી એક લાઈનમાં માંગવાની હોય છે પણ સાધ્વી પ્રજ્ઞા માફી માંગવાની જગ્યાએ સ્પષ્ટતા કરી રહ્યા છે.
તે બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું હતુ કે, પ્રજ્ઞાએ માફી માંગી લીધી છે. એ પછી વિપક્ષનો આવો વ્યહવાર યોગ્ય નથી.દરમિયાન મામલો શાંત પાડવા માટે હવે સ્પીકરે બપોર બાદ તમામ પક્ષોની એક બેઠક બોલાવી છે.
