જમ્મુ કાશ્મીરમાં સતત વધી રહેલી ગતિ વિધિઓ પછી કેન્દ્રની મોદી સરકાર સામે એક તરફ રાજ્યના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે કેમ આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તે પણ સૌ કોઈને થઇ રહ્યો છે. હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના કશ્મીર પ્રવાસથી પાછા આવતાં જ ત્યાં 10,000 વધારે જવાન મોકલવાના નિર્ણય પર અટકળો શરુ થઈ ગઈ.
આ તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય દળોની તહેનાતીથી ઉગ્રવાદીઓના નેટવર્કને ધ્વસ્ત કરવાની ઝૂંબેશને વધુ ઝડપી બનાવવામાં આવી શકે છે. સાથે જ કાશ્મીરમાં કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવી રાખવામાં મદદ પ્રાપ્ત થશે.
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે કાશ્મીરમાં સુરક્ષા દળોની વધારે 100 કંપનીઓ તહેનાત કરવામાં આવી રહી છે. દરેક કંપનીમાં 100 જવાન હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 25 જુલાઈના રોજ કેન્દ્રીય સશસ્ત્ર દળોની વધારે 100 કંપનીઓ તહેનાત કરવાનો ઓર્ડર જાહેર કર્યો હતો. આ કેન્દ્રીય દળોમાં CRPF, BSF, ASB, ITBP નો સમાવેશ થાય છે.
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્રના નિર્ણયે ઘાટીમાં ભયાનક વાતાવરણ ઉભું કરી દીધું છે. તેમણે લખ્યું કે ઘાટીમાં વધારે 10 હજાર જવાનો તહેનાતકરવાનો કેન્દ્રનો નિર્ણય લોકોના મનમાં ભય પેદા કરી રહ્યો છે. કાશ્મીરમાં સુરક્ષા દળોની કોઈ કમી નથી. ભારત સરકારને બીજીવાર વિચારવાની અને પોતાની નીતિ બદલવાની જરુર છે.
કેમ આ નિર્ણય ?
એક અહેવાલ અનુસાર NSA અજીત ડોભાલ શ્રીનગર ઘાટીના પ્રવાસે પહોંચ્યાં હતાં. તેમણે ત્યાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ટ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે દરમિયાન રાજ્યપાલના સલાહકાર કે. વિજય કુમાર, મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યન, ડીજીપી દિલબાગ સિંહ, આઈજી એસપી પાણી જેવા લોકો સમાવેશ થાય છે.
કાશ્મીર પ્રવાસ પર દિલ્હીથી આઈબીના અધિકારીઓની ટીમ એનએસએ સાથે હતી. દેશના વિભિન્ન ભાગોમાં તહેનાત કેન્દ્રીય સુરક્ષા દળોને એરલિફ્ટ કરીને સીધા જ કાશ્મીર પહોંચાડવામાં આવી રહ્યાં છે.
અગાઉ 24 ફેબ્રુઆરીના રોજ દેશભરમાંથી કેન્દ્રીય અર્ધસૈનિક દળોની 100 કંપનીઓને કાશ્મીર મોકલવામાં આવી છે. ત્યારે કહેવામાં આવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે વધારે સુરક્ષા દળોની વ્યવસ્થા જરુરી છે. અત્યારે અમરનાથ યાત્રાની સુરક્ષામાં કેન્દ્રીય અર્ધસૈનિક દળોના આશરે 40 હજાર જેટલા જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.