હાલ ભારત ઉત્તર કોરિયા(North Korea)ની મીડિયામાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે ભારતે ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ(Kim jong un)ને પાઠવેલા અભિનંદન. ખરેખર ભારતના ઉત્તર કોરિયાના રાજદૂત અતુલ ગોતસર્વે(Atul gotserve)એ કિમ જોંગને માર્શલ તરીકે અપાયેલા દરજ્જાને આઠ વર્ષ પુરા થતા અભિનંદન પાઠવ્યા હતા એની સંદેશો અને ફૂલોનો બૂકે મોકલ્યો હતો. જેમાં તેમને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો હતો.
બીજા દેશથી મોકલાયેલા સંદેશનું મહત્વ
ત્યાર પછી જ ઉત્તર કોરિયાના મીડિયામાં ચર્ચા છે .ભારતીય રાજૂદતના મેસેજને ઉત્તર કોરિયાના સરકારી અખબારો સહીત ન્યૂઝ ચેનલમાં પણ તેનુ પ્રસારણ થયુ છે. ઉત્તર કોરિયામાં ભાગ્યે જ બીજા કોઈ દેશના રાજદૂતના સંદેશાઓને ઘણું મહત્વ મળતુ હોય છે. ત્યાંની મુખ્ય ટેલિવિઝન ચેનલ પર ન્યૂઝ રીડરે આખો સંદેશો વાંચ્યો હતો.
આ પણ વાંચો : સુનિતા યાદવ ફેસબુક લાઈવ પર આવી જણાવી કઈ નવી જ વાતો
