‘કાર્તિક આર્યન’, ‘ભૂમિ પેડનેકર’ અને ‘અનન્યા પાંડે’ સ્ટારર રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પતિ, પત્ની ઓર વો’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર પર બનેલી ફિલ્મનું ટ્રેલર આવતાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ ફિલ્મ 1978માં આવેલી સંજીવ કપૂર, વિદ્યા સિન્હા અને સંજીત કોરની પતિ પત્ની ઓર વો ની રીમેક છે ‘મુદસ્સર અઝીઝ’ ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરને નેગેટિવ રિસ્પોન્સ વધુ મળી રહ્યો છે.
ટ્રેલરને લઇ સોશિયલ મીડિયા બે ગ્રુપમાં વહેંચાઈ ગયું છે. જેમાં એક સેક્સન ફિલ્મને ફૂલ એન્ટરટેઇનિંગ, બવાલ, ફની અને બ્લોકબસ્ટર કહી રહ્યું છે કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના ની એક્ટિંગની તારીફ થઇ રહી છે. ત્યાંજ કેટલાક લોકો એમ જ છે જે ટ્રેલરની ટીકા કરી રહ્યા છે. ટ્રોલર્સનું કહેવું છે કે આ ફિલ્મ માં નવું કઈ નથી. 90sની ફિલ્મોની સ્ટોરીલાઇન લેવામાં આવી છે, જે હવે આઉટડેટેટ થઇ ગઈ છે. કેટલાકે તો ફિલ્મ ફ્લોપ થવાની પણ ઘોષણા કરી દીધી છે.
કોન્સેપ્ટ અને સ્ટોરીલાઇન સિવાય ફિલ્મમાં ગોવિંદાનું સોન્ગ અખિયો સે ગોલી મારે અને ટોની કક્કરનું ગીત ધીમે ધીમે નો ઉપયોગ કરવા પાર લોકો ભડકી ગયા છે એક યુઝરે લખ્યું છે, પહેલા તો મુવી રીમેક છે. ઉપરથી એના બે ગીતો પણ રીમેક છે. કોઈ વાર તો એવું પણ લાગે છે કે હું પણ પિક્ચર બનાવી શકું છું.

જણાવવાનું કે ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં કાર્તિક ચિન્ટુ ત્યાગીના રોલમાં દેખાશે, ભૂમિ પેડનેકર પત્ની અને અનન્યા પાંડે બહારવાળીના રોલમાં દેખાશે.