કેન્દ્ર સરકારે પોતાની સીમામાં ઉડતા એરલાઇનને પ્લેનમાં WiFi ચલાવવાની મંજૂરી આપી દીધી છે. એટલે હવે તમે તમારા ફોનમાં ઇન્ટરનેટ એક્સેસ કરી શકશો, ફ્લાઇટ દરમિયાન પણ. WiFi ચાલશે કે નહિ એ પાઇલેટની અનુમતિ પર નિર્ભર કરે છે.
હવે સવાલ ઉભા એ થાય છે કે એ કામ કેવી રીતે કરશે? એટલી ઉપર તો નેટવર્ક આવતો નથી. ટેક ઓફ સમયે ફોનને ફ્લાઇટ મોડ પર મૂકી દેવામાં કહેવામાં આવે છે. પછી ફોનમાં WiFi કેવી રીતે ચાલશે.
એના બે ઉપાય છે
સેટેલાઇટ કનેક્શન

સેટેલાઇટ એવી જ રીતે કામ કરે છે જેવી રીતે TV સિગ્નલ। પ્લેન પર રાઉટર લગાવવામાં આવશે। આ પ્લેન પર લાગેલ એન્ટેનાથી કનેક્ટ હશે. એ એન્ટેના સેટેલાઈટને સિગ્નલ મોકલશે। અને સેટેલાઇટ એ સિગ્નલને જમીન પર બનેલ ગ્રાઉન્ડ સ્ટેશનથી કનેક્ટ કરશે. ત્યાં જયારે ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવાની રિકવેસ્ટ આવશે, તો તે તપાસ કરશે કે કેટલી ખપત થઇ રહી છે. ત્યાર પછી ઇન્ટરનેટ કનેક્ટ થઇ જશે.
ટાવર કનેક્શન

ટાવર કનેક્શનમાં પ્લેન પર લાગેલ એન્ટેના સીધું જમીન પર બનેલ ટાવર સાથે કનેક્ટ થશે. જેમ કે ફોનમાં સામાન્ય રીતે થાય છે. પરંતુ જો ઘણા મોટા ક્ષેત્ર સુધી ટાવર ન હોય તો મુશ્કેલી થઇ શકે છે. એટલું જ નહી વધુ ઊંચાઈ પર ટાવર કનેક્ટ કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે.
કેટલીક એરલાઇન્સ બિઝનેસ ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસમાં ઇન્ટરનેટની સુવિધા આપે છે.
શું મોંઘુ હશે પ્લેટમાં ઇન્ટરનેટ વાપરવું ?
પ્લેનોમાં એન્ટેના લગાવવું મોંઘુ કામ છે. એનો વજન પ્લેન પર વધશે। એ જ કારણે ઇંધણ વધુ જશે. આવી રીતે પ્લેનની ટિકિટોના ભાવ વધી શકે છે. કેટલીક એરલાઇન્સ આ કહી રહી છે કે, તેઓ નવા પ્લેનોમાં એન્ટેના લગાવશે. જુના પ્લેનોમાં એન્ટેના લગાવવા માટે તેમણે થોડા સમય માટે સર્વિસ માંથી કાઢવું પડશે.
પ્લેનમાં ફ્લાઇટ મોડ પર શા માટે રાખવામાં આવે છે ફોન ?

પ્લેનમાં જો તમે તમારા ફોનનો નેટવર્ક ઉપયોગ કરશો, તો એમાંથી નીકળવા વળી રેડિયો તરંગ પ્લેનના ડિવાઇસ સાથે ચેડા કરી શકે છે. તમને એ ખબર નહિ પડે. પરંતુ એ ડિવાઇસ ઓપરેટ કરતા લોકો નોટિસ કરી શકે છે. માટે તમારા ફોનને ફ્લાઇટ મોટ પર રાખવાનું કહેવામાં આવે છે.
અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશન મુજબ, એના પાછળ બીજું એક કારણ છે, અને એ છે કે એટલી ઊંચાઈ પર સેલફોન ઘણા ટાવરના કનેક્શનને પીક કરી શકે છે. એમાં જમીન પર હાજર સેલફોન માટે નેટવર્ક પર પ્રેસર વધી જાય છે, એની સર્વિસ પર અસર પડે છે.
