બિગ બોસનો 13માં સીઝન શરું થયાના માત્ર બે જ અઠવાડિયા થયા છે ત્યાંજ બિગ બોસ બંધ થવા પર આવી ગયુ છે. કેટલાક સંઘઠનોનું માનવું છે કે ભારતની ‘સભ્યતા અને પરંપરા’ નું અપમાન કરી રહ્યું છે. એટલા માટે એને બેન કરી દેવું જોઈએ. આજ કાલ ધણી ફિલ્મો વિષે કહેવામાં આવે છે. પરંતુ બિગ બોસ મામલો ગંભીર છે કારણ કે એની ફરિયાદ પ્રસારણ મંત્રાલય સુધી પોહચી ગયી છે.
કરણી સેનાનું માનવું છે કે આ શોને બેન કરી દેવો જોઈએ. આ વર્ષે બિગ બોસમાં બેડ ફ્રેન્ડ ફોરેવરનો નિયમ લગાવવામાં આવ્યો છે. જે ને લઇ શોના મેકર્સે પહેલાએ નક્કી કર્યું છે કે કયા કયા કન્ટેસ્ટન્ટ એક બેડ શેર કરશે. પરંતુ આ વાત કરણી સેનાએ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (Confederation Of All India Traders) જેવા સંઘઠનોને તકલીફ છે. તેમને લાગે છે કે આ ભારતની સભ્યતાને સભ્યતાને ખિલાફ છે પોતાની આ જ દલીલો સાથે ઇન્ફોર્મેશન ઓફ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાં ફરિયાદ કરી દીધી છે.
સૌથી ચર્ચાનો વિષય એ બની ગયો છે કે એના પર દેશના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કોમેન્ટ કરી દીધી છે. જાવડેકરે કહ્યું કે ‘મંત્રાલયના અધિકારીઓ થી રિપોર્ટ માંગી છે. કે શોમાં શું અને કેવી રીતે બતાવવમાં આવી રહ્યું છે. આગળ થોડી દિવસોમાં રિપોર્ટ મળ્યા પછી ભવિષ્યમાં નિર્ણય કરવામાં આવશે.’
થોડા દિવસો પહેલા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના લોકોએ બિગ બોસના હોસ્ટ સલમાન ખાનના ઘર પર પણ વિરોધ કર્યો હતો. ભીડ હટાવવા માટે પોલીસે ત્યાંથી 20 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પછી સલમાનની પણ સિક્યોરિટી વધારી દેવામાં આવી છે