રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી એક નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે, જેને કોરોના વાયરસથી બચવાનો એક મહત્વનો નિર્ણય કહેવામા આવી રહ્યું છે. આ ગાઇડલાઇન કેશ લેવડ-દેવડ અંગે છે.
શું કહેવું છે RBIનું ?

RBIએ પણ કોરોના વાયરસના સંક્રમણને જોતા કેશ લેવડ-દેવડથી લોકોને બચવાનું કહ્યું છે. આરબીઆઇએ લોકોને અનુરોધ કર્યો છે કે, “હાલ લેવડ-દેવડ માટે લોકો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે.” એવું કરવાથી વાયરસ ફેલાવાનો ખતરો ઘણા હદ સુધી ઓછો થઇ જશે.
આ પણ વાંચો : જો તમે તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરી રહ્યા છો, તો તમને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છો
શું છે એના પાછળનો લોજીક
કોરોના વાયરસ વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિમાં ફેલાય છે. જયારે કેશ લેવા આપવામાં બે વ્યક્તિ વચ્ચે વધુ અંતર ન હશે. એવામાં જો તમારી સામે વાળો વ્યક્તિ કોરોનથી સંક્રમિત છે અથવા તો તેનામાં કોરોનાના લક્ષણ છે તો આ વાયરસ સરળતાથી ફેલાઈ શકે છે.
રૂપિયાની લેવડ-દેવડથી બચવું શા માટે જરૂરી છે.

આરબીઆઇના મુખ્ય મહાપ્રબંધક યોગેશ દલાલે આ અંગે વધુ જાણકારી સ્પષ્ટ કરી. જો તમે કેશનો જ ઉપયોગ કારસો તો એનો મતલબ એ છે કે તમારી પાસે કેશ પૂરું થઇ જશે. ત્યારે તમે એટીએમમાં કાઢવા જાશો. ત્યાં 12થી 13 લોકો ઉભેલા હશે ત્યારે લોકો સાથે 1થી 2 મીટરનું અંતર રાખવું ઘણું મુશ્કેલ હશે અને સંક્રમણો ખતરો વધશે. તમે જે એટીએમમાં જાસો ત્યાં ઘણી અલગ અલગ જગ્યાએથી લોકો આવીને ગયા હશે, જેથી સંક્રમણની આશંકા વધુ રહે છે. માટે ડિજિટલ પેમેન્ટ જ વાયરસના સંક્રમણથી બચવા એક સારો અને સુરક્ષિત વિકલ્પ છે.
આ પણ વાંચો : આટલા રૂપિયામાં થશે હવે પ્રાઇવેટ લેબમાં COVID-19ના ટેસ્ટ
