અમેરિકાના હુમલામાં ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાની ની હત્યા પછી ઈરાનમાં ગુસ્સાનો માહોલ છે. આ વચ્ચે અમેરિકા સાથે તણાવ ખતમ કરવા માટે ભારત દ્વારા કોઈ પણ પ્રકારની પહેલનું સ્વાગત કરશે.

ઇરાનના રાજ દૂત અલી ચેગેનીએ કહ્યું કે, ભારત ઈરાનનો સારો મિત્ર છે અમે શાંતિ ઇચ્છીએ છીએ. ઇરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા પછી અમે અમેરિકા સાથે પોતાના તણાવો ઓછા કરવા માટે ઈરાન ભારત દ્વારા કોઈ પણ શાંતિની પહેલનું સ્વાગત કરશે. જોકે , એમની આ ટિપ્પણીના થોડાક કલાકો પછી ઈરાને જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે બુધવારે સવારે ઈરાકમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો છે.
/cdn.vox-cdn.com/uploads/chorus_image/image/66045732/GettyImages_1192347112.0.jpg)
મધ્ય ઈરાનમાં બુધવારે સવારે અલ-અસદ બેઝ પર ઓછામાં ઓછા 10 રોકેટોથી હુમલો કર્યો જ્યાં કેટલીક અમેરિકી સેના તહેનાત હતી. આ અમેરિકી ડ્રોન હુમલાને જોઈ ઈરાન દ્વારા પહેલી વખત કરવામાં આવેલજવાબી હુમલો પ્રતીત થાય છે. સમાચાર એજન્સી એકે મુજબ, અત્યાર સુધી એ જાણ થઇ નથી કે મિસાઈલ હુમલામાં કોઈ અસર થઇ કે નથી થઇ અથવા અડ્ડામાં કોઈ પ્રકારનું નુકસાન થયું હોઈ એ પણ સ્પષ્ટ રીતે જાણ નથી થયું કે કેટલી મિસાઈલ ચલાવવામાં આવી કે તે કયા પ્રકારની હતી.
વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ હુમલા વિષે સૂચિત કરવામાં આવ્યા છે અને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સંપર્કમાં છે, જયારે ઈરાની સરકારી મીડિયાનું કહેવું છે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સે હુમલાને અંજામ આપ્યો છે. એબીસી ન્યુઝે જણાવ્યું કે અમેરિકી અધિકારીએ પુષ્ટિ કરી છે કે ઇરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર ઈરાનની અંદરથી ‘બૈલિસ્ટિક મિસાઇલો’ છોડવામાં આવી છે.જેમાં ઉત્તરીય ભાગમાં એરબિલ અને પશ્ચિમી ભાગમાં એયર બેસ સામેલ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.