હાલ કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો 700 પાર પહોંચી ગયો છે ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમેરિકાના વોશિંગ્ટન ખાતે આવેલા સેન્ટર ફોર ડિસીઝ ડાયનામિસ્ક, ઇકોનોમિક એન્ડ પોલિસી (CDDEP)એ મોટો ઝાટકો આપ્યો છે. તેઓએ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે, કે ભારતમાં કોરોના વાયરસ જ્યારે ચરમસીમાએ હશે ત્યારે દેશના 40 કરોડથી વધારે લોકો સંક્રમણનો ભોગ બનશે.
દુનિયાભરમાં અત્યાર સુધી 24 હજારથી વધુના મોત

CDDEPએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, જો લોકો એકબીજાને મળવાનું નહીં ટાળે અને પરિસ્થિતિ આવી જ રહી તો ભારતમાં જુલાઈ મહિના સુધી 30થી 40 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થશે. આ વાયરસનો જ્યારે ગંભીર હુમલો થશે ત્યારે 20થી 40 લાખ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત 22,295 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
આ પણ વાંચો : EMI પર 3 મહિનાની છુટ મળે તો શુ ત્યાર પછી બધી રકમ સાથે ભરવી પડશે ?
