છેલ્લા ચાર દિવસથી રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી સૌથી સસ્તા ભાવે મળી રહ્યા છે. શાકભાજીનો ભાવ નહિ મળતા વેપારીઓ અને ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. એકદમ જ ઓછા ભાવ મળતા શાકભાજી ગૌશાળામાં મોકલી આપે છે અથવા તો રસ્તા પર ફેંકીમાં આવી રહ્યા છે. હોલસેલ વેપારીઓને પણ ભાવ નથી મળી રહ્યા ત્યારે હોલસેલથી જે વેપારીઓ રિટેલમાં શાકભાજી લઇ જાય છે તેનો ભાવ સામાન્ય લોકોને ડબલ ચૂકવવો પડી રહ્યો છે. વધુ વરસાદના કારણે શાકભાજીનું ઉત્પાદન સારું છે માટે ભાવ વધુ નથી મળી રહ્યા.
1 રૂપિયા કિલો વેચાઈ રહ્યા શાકભાજી

રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાના શાકભાજીનાં ભાવો નથી મળી રહ્યા તો સાથે જ હોલસેલ વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. શાકભાજીની અત્યાર સુધીની મબલક આવકને કારણે વેપારીઓને પણ સસ્તા ભાવોમાં શાકભાજી આપી દેવું પડી રહ્યું છે. જયારે માર્કેટિંગ યાર્ડની બજારમાંથી રિટેલ માર્કેટમાં શાકભાજી આવે છે ત્યારે તેના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થઇ જાય છે. ત્યારે સ્થાનિક શાકભાજી લેવા આવે છે ત્યારે તેને 1થી 10 રૂપિયાનું મળતું શાક ડબલ ભાવમાં મળે છે

ત્યારે જે કોબી-ફ્લાવર, ટામેટા, કાકડી, દૂધી, રીંગણાં, ગાજર, ગુવાર, ભીંડો, કરેલા, મરચા જેવા શાકભાજી હોલસેલમાં 1થી 2 રૂપિયામાં મળે છે ત્યારે રિટેલમાં 20 રૂપિયા, 25 રૂપિયામાં, 40 રૂપિયા, 30 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 100 રૂપિયા, 60 રૂપિયા, 80 રૂપિયા, 40 રૂપિયામાં મળી રહ્યા છે.
