અંબાલામાં પાસપોર્ટ બનાવવા માટે ચંદીગઢ ગયેલી બે સગી બહેનો સાથે અજીબ વાક્ય થયું. ભારતમાં જન્મી, મોટી થઇ અને ભણી બંને બહેનો જયારે પાસપોર્ટ કાર્યાલય પહોંચી તો ત્યાં બેથેલ અધિકારીઓ ડોક્યુમેન્ટ્સ જોયા વગર નક્કી કરી લીધું કે પાસપોર્ટ ન બનાવી શકાય અને એમના દસ્તાવેજ પર એવી ટિપ્પણી કરી દીધી કે જેને સાંભળીને જાનતે અંબાલાના અધિકારીઓ પણ હેરાન છે. જણાવી દઈએ કે છોકરી સંતોષ પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ અને કુરુક્ષેત્ર યુનિવર્સીટીની ડિગ્રી પણ છે. પરંતુ પાસપોર્ટ ઓફિસમાં દસ્તાવેજો જોયા વગર જ એને નેપાલી કરાર કરી દીધી.

સંતોષનો અંબાલા માં જ જન્મ થયો છે અને કુરુક્ષેત્ર યુનિવર્સીટી માં અભ્યાસ કર્યો છે. સંતોષના પિતા બ્યુટીકમાં કામ કરે છે. પરંતુ થોડા સમય પહેલા સુષમાએ વધુ અભ્યાસ માટે વિદેશ માટે પાસપોર્ટ બનાવવા સેવા કેન્દ્ર ની બધી પ્રક્રિયા દસ્તાવેજો આપી શરુ કરી અને પછી એમને પાસપોર્ટ ઓફિસ બોલાવવામાં આવી જ્યાં માત્ર ચેહેરો જોઈ પાસપોર્ટ બનાવી આપવાથી ઇન્કાર કરી દીધો અને એમણે પાસપોર્ટ એપ્લિકેશન ફોર્મ પર એ ટિપ્પણી કરી દીધી કે ‘આવેદનકર્તા નેપાલી લાગે છે’ અને પાસપોર્ટ બનાવવાથી ઇન્કાર કરી દીધો.
સંતોષ એ કહ્યું કે ‘અમે હરિયાણા ના મંત્રી અનિલ વીજ સાથે વાત કરી, ત્યાર પછી પાસપોર્ટ બનાવવાની પક્રિયા શરુ થઇ.’ અંબાલાના ડેપ્યુટી કમિશનર અશોક શર્મા એ કહ્યું કે પાસપોર્ટ પ્રાધિકરણએ એ દાંતાવેજો પર ‘આવેદનકર્તા નેપાલી લાગે છે’ લખ્યું હતું. તેમણે કહ્યું કે ‘જેમ આ ખબર આવી તો મેં હસ્તક્ષેપ કર્યા, ત્યાર પછી બંને બહેનોને પાસપોર્ટ કાર્યાલય દ્વારા બોલાવવામાં આવ્યા હવે તેઓનો પાસપોર્ટ જલ્દી એમના સુધી પહોંચી જશે.
જો કે ક્ષેત્રીય પાસપોર્ટ અધિકારી સિબાશ કબીરાજ એ કહ્યું કે, ‘અંબાલાના સ્થાનિક કર્મચારીઓએ આપત્તિ જતાવી હતી, કારણ કે એમના દસ્તાવેજ પર્યાપ્ત ન હતા. ડેપ્યુટી કમિશનર અને સ્થાનિક પોલીસે તપાસ કરી, ત્યાર પછી અમે તેમના આવેદન પર ફરી કાર્યવાહી કરી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.