અમિતાભ બચ્ચન છેલ્લા 50 વર્ષો થી બોલીવુડનો હિસ્સો રહ્યા છે. સદીના મહાનયનક માનવામાં આવતા બિગ બી એ વર્ષ 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાની થી ડેબ્યુ અમિતાભ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વગર છૂટ્ટુએ 50 વર્ષથી સતત કામ કરી રહ્યા છે. જો કે હવે વધતી ઉમર સાથે બિગ બી ને પરેશાની પણ થવા લાગી છે. એવામાં અમિતાભ બચ્ચન રીટાયર થવા માટે વિચારી રહ્યા છે. એ વાતનો ઉલ્લેખ તેમણે તેમના બ્લોગમાં કર્યો.

હાલમાં અમિતાભ બચ્ચન બ્ર્હમાસ્ત્ર ફિલ્મની શુટિંગ માટે મનાલીમાં છે. ત્યાં પહોંચવાના એક્સપીરીયન્સ વિષે અમિતાભે લખ્યું, ‘મને અહીં આ નાની સુંદરતા સુધી મને ગાડીથી પહોંચવામાં 12 કલાક લાગ્યા. અહીં રોડ સારા નથી રૂમ અને વાતાવરણ પણ અલગ છે. મારે હવે રીટાયર થવું પડશે. મારુ દિમાગ બીજે છે અને મારી આંગળીઓ કઈ બીજું કરી રહી છે. આ એક મેસેજ છે.’

જણાવી દઈએ કે ફિલ્મ બ્ર્હમાસ્ત્માં અમિતાભ બચ્ચન, રણવીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી બનાવી રહ્યા છે. હાલ માં જ કોન બનેગા કરોડપતિની શુટિંગ પુરી કર્યા પછી અમિતાભ મનાલી પહોંચ્યા છે. તેઓ ત્યાં ફિલ્મ બ્ર્હમાસ્ત્રના ક્લાઇમેક્સની શુટિંગ માટે ગયા છે.

અમિતાભ બચ્ચનના પ્રોજેક્ટ
એ ઉપરાંત અમિતાભ બચ્ચન પાસે ઝુંડ, ગુલાબો સીતાબો, બટરફ્લાય (કન્નડ), એબી આણી સીડી (મરાઠી), ઉયરનધા અને ચેહરે માં કામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન કેટલાક દિવસથી બીમાર હતા અને હવે તેઓ સ્વસ્થ છે.
