સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. શિયાળુ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી. પીએમ મોદીએ એ દરમિયાન કહ્યું કે 2019નું આ છેલ્લું સંસદ સત્ર છે, રાજ્યસભા નું 250મુ સત્ર છે. આ સત્ર દરમિયાન 26 તારીખે આપડો સંવિધાન દિવસ છે. આપડા બંધારણને 70 વર્ષ થઇ રહ્યા છે. પીએમ એ કહ્યું કે સરકાર બધા વિષયો પર ચર્ચા માટે તૈયાર છે.
પીએમ મોદીએ કહ્યું કે બંધારણને દેશની એકતા, અખંડતા અને વિવિધતાને સમેટી લીધી. ગયા દિવસોમાં પાર્ટીના નેતાઓને મળવાનો મોકો મળ્યો છે. જેવી રીતે ગઈ વાર બધા પાર્ટીના નેતાઓના સહયોગના કારણે ચાલ્યું હતું, એવું જ આ વખત પણ થવાની ઉમ્મીદ છે.
બધા વિષયો પર ચર્ચા માટે તૈયાર
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે, વાદ હોઈ કે વિવાદ અને એની સાથે જ સંસદની ચર્ચાને સમૃદ્ધ બનાવવાને યોગદાન આપો. બધા સાંસદો શુભકામના આપતા બધાનો આભાર.
જણાવી દઈએ કે પહેલા સત્રની શરૂઆત પહેલા રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નિયમો અનુસાર સંસદમાં કોઈ પણ મુદ્દે વાત કરવા માટે તૈયાર છે.
સરકારને ઘેરવા માટે તૈયાર વિપક્ષ
સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થઈને 13 ડિસેમ્બર સુધી ચાલશે.સત્રમાં લોકસભાની 20 બેઠકોનો પ્રસ્તાવ છે. જેમાં સરકારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓને આ સત્રમાં સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી છે. . આ સાથે જ સરકાર રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા , કોમન સિવિલ કોડ, નાગરિકતા સંશોધન અને ઈ સિગારેટ બિલને પણ રજુ કરી શકે છે. સાથે જ વિપક્ષ અર્થવ્યવસ્થાની હાલની પરિસ્થિતી, રોજગાર,યુવા અને ખેડૂતોના મુદ્દે, ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવા અને ફારુક અબ્દુલ્લા સહિત અન્ય કાશ્મીરી નેતાઓની ધરપકડના મુદ્દા અંગે સરકારને ઘેરવાના પ્રયાસ કરશે.
