દુનિયાનું લોકપ્રિય અને ઝડપી મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. કંપની પોતાના વપરાશકર્તા માટે નવી સુવિધાઓ લાવતી હોય છે. પરંતુ ક્યારેક આ સુવિધા આપણા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. એવું જ એક છે વોટ્સએપ ના ડિલીટ મેસેજની સુવિધા. ઘણી વાર એવું થતું હોય છે કે જરૂરી મેસેજ ડીલીટ થઇ જાય છે. અહીં તમને અમે એવી પદ્ધતિ વિશે જણાવાના છીએ જેના દ્વારા તમે ડિલીટ થયેલા મેસેજ પાછા લાવી શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે આ મેસેજ બેકઅપ લીધા પછી આવ્યો હશે તો પાછો નહિ મળી શકે.

કેવી રીતે પાછા મેળવી શકો ડિલીટ થયેલા વોટ્સએપ મેસેજ
ફોન મેમરી દ્વારા

આ રીત ફક્ત એન્ડ્રોઇડ ઉપભોક્તા માટે કામ કરશે iOS ઉપભોક્તા માટે નહીં, સૌથી પહેલા તમે ફાઈલ મેનેજર ને ખોલો. અહીં વોટ્સએપ ફોલ્ડર માં જાવ, પછી Database પર ક્લિક કરો.આ ફોલ્ડર માં બધી બેકઅપ ફાઈલ હોય છે. msgstore.db.crypt12 નામ ની ફાઈલ ને દબાવી રાખો અને તેના નામ ને બદલો. નવું નામ msgstore_backup.db.crypt12 રાખી દો. આવું એટલા માટે કર્યું કારણ કે નવી ફાઈલ થી રિપ્લેસ ના થઇ જાય. હવે સૌથી નવી બેકઅપ ફાઈલ નું નામ msgstore.db.crypt12 આપી દો. હવે ગૂગલ બેકઅપ માં જઈ ને વોટ્સએપ બેકઅપને ડીલીટ કરી દો. હવે વોટ્સએપ ને અનઇન્સ્ટોલ કરી પાછુ ઇન્સ્ટોલ કરો. પાછુ વોટ્સએપ ચાલુ કરતા લોકલ સ્ટોરેજ માંથી બેકઅપ લેવાનું પૂછસે, અહીં msgstore.db.crypt12 ફાઈલ ને પસંદ કરી રિસ્ટોર બટન દબાવો. હવે તમારા મેસેજ પાછા મળી જશે.
Googal Drive અથવા iCloud દ્વારા

આ પદ્ધતિનો ઉપયોગ આઇફોને અને એન્ડ્રોઇડ બંને ઉપભોક્તા કરી શકે છે. તમારા સ્માર્ટ ફોન માંથી વોટ્સએપ ને અનઇન્સ્ટોલ કરી પાછુ ઇન્સ્ટોલ કરો.
ફરી વોટ્સએપ ચાલુ કરતા ગૂગલ ડ્રાઈવ અથવા iCloud થી બેકઅપ માંગશે. બેકઅપ ને રિસ્ટોરે કરી લો. બધી ચેટ સાથે તમારા મેસેજ પણ પાછા આવી જશે.
