એકતરફી પ્રેમમાં અત્યાર સુધી સાંભળ્યું હતું કે છોકરાઓ જ છોકરી પર એસિડ એટેક કરતા હોય છે પરંતુ યુપીના એક જિલ્લામાં આની વિરુદ્ધ જોવા મળ્યું છે. અહીં એક યુવતીએ જ યુવક પર એસિડ નાખી બાળી દીધો. આ આશ્ચર્યજનક ઘટના ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાની છે.
ઉન્નાવમાં મૌરાવા પોલીસ સ્ટેશનના ભવાનીગંજ વિસ્તારમાં વર્ગ-વિષેસની એક યુવતીએ એકતરફી પ્રેમમાં યુવક પર એસિડ ફેંક્યું. આ ઘટના સોમવારે સાંજે બની હતી.

યુવતી પહેલાથી યુવક પર એસિડ ફેંકવા માટે તૈયાર હતી. જેમ યુવક તે સ્થળે ગયો, યુવતીએ તક જોઈને યુવકના પાછલા શરીર પર એસિડ રેડ્યું અને યુવકની બૂમો સાંભળતાજ ગામના લોકો ત્યાં ભેગા થઇ ગયા. એસિડ એટેકથી યુવક્ની હાલત એટલી ગંભીર થઇ ગઈ કે સારવાર માટે તેને લખનઉ મોકલવામાં આવ્યો અને ત્યાં પણ યુવક્ની હાલત ચિંતાજનક છે.
બીજી તરફ ગામના લોકોએ 112 નંબર પર પોલીસને ઘટનાની જાણ કરી હતી. તે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
