આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ના એક દિવસ પહેલા, આપણે એવી મહિલા હસ્તીઓને યાદ કરીએ કે, જેમણે બોલીવુડના ફિલ્મ નિર્માતાઓને તેમના પોતાના પર ફિલ્મ બનાવવાની પ્રેરણા આપી છે. જેમણે સમાજમાં પોતાને માટે એક અલગ સ્થાન બનાવ્યું છે. મહિલા દિવસે આ મહિલાઓને યાદ કરવાનો યોગ્ય સમય છે. ચાલો જાણીએ કે એ કઈ ફિલ્મો છે જે આ મહિલાઓ પર બની રહી છે અને કઈ બોલિવૂડ હિરોઈન છે જે આ ફિલ્મોમાં તેમનું પાત્ર ભજવી રહી છે.
‘શકુંતલા દેવી’ માં વિદ્યા બાલન
તાજેતરમાં વિદ્યાએ તેની આગામી ફિલ્મ ‘શકુંતલા દેવી’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મની વાર્તાના મહાન ગણિતશાસ્ત્રી શકુંતલા દેવી પર આધારિત છે. શકુન્તલા દેવીની 5 વર્ષની હતી ત્યારે જ તેની પ્રતિભાની જાણ થઇ ગઈ હતી અને તે સમયે તેણે તે સવાલનો જવાબ આપ્યો હતો જે સામાન્ય રીતે 18 વર્ષના બાળકો માટેનો હોય છે. આ ફિલ્મનું ડાયરેકશન અનુ મેનન દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મહિલા દિવસ માટે PM મોદી શોધી રહ્યા છે આવી મહિલાઓ…
‘થલાઈવી’ માં કંગના રનૌત
કંગના રનૌત હવે ફિલ્મ ‘થલાઈવી’ માં જોવા મળશે જે તમિલનાડુના ભૂતપૂર્વ CM જયલલિતાના જીવન પર આધારિત છે. ફિલ્મના પહેલા લુકને પ્રેક્ષકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. આ પાત્રમાં સેટ થવા કંગનાએ ખૂબ જ મહેનત કરી હતી. તેણીએ વજન વધાર્યું અને હોર્મોનની ગોળીઓ પણ લીધી હતી. તેણે વજન વધારતો ખોરાક લેવાનું શરૂ કર્યું હતું.

‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ માં જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર હવે ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ભારતીય એરફોર્સના પાઇલટ ગુંજન સક્સેનાની બાયોપિક છે. 1999 માં યુદ્ધ ક્ષેત્રમાં પ્રવેશ કરનારી તે પહેલી મહિલા ફાઇટર પાઇલટ હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર એરફોર્સની વર્દી પહેરીને લડતી જોવા મળશે.

સાયના નેહવાલની બાયોપિકમાં પરિનીતી ચોપરા
ઘણા સમયથી ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલની બાયોપિકની ચર્ચામાં છે. પરિનીતી ચોપડા આજકાલ તેની આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ બેડમિંટન પ્લેયર સાઇના નેહવાલની બાયોપિક છે.

‘શાબાશ મીટુ’ અને રશ્મિ રોકેટમાં તાપસી પન્નુ
મિતાલી રાજ પરની બાયોપિકનું નામ ‘શબાશ મીટુ’ છે અને તાપેસીએ ટ્વિટર પર ફર્સ્ટ લુક પોસ્ટરને શેર કર્યું છે. અને લખ્યું છે કે, ‘મને હંમેશાં પૂછવામાં આવ્યું છે કે, મારો મનપસંદ મેલ ક્રિકેટર કોણ છે, પરંતુ તેમને પૂછવામાં આવવું જોઈએ કે, તેની મનપસંદ મહિલા ક્રિકેટર કોણ છે? આ સાથે જ તે ‘રશ્મિ રોકેટ’ ફિલ્મ પણ કામ કરી રહી છે.

આ ફિલ્મમાં તાપસીએ ગુજરાતના કચ્છ વિસ્તારના ગામની એક છોકરીની ભૂમિકા ભજવી છે જે ખૂબ જ ઝડપથી દોડી શકે છે અને ગામલોકો તેને રોકેટ કહે છે અને પછી તે રમતવીર બની જાય છે.
