ભારે રસાકસી વચ્ચે ઇંગ્લેન્ડની ટીમ આખરે વિશ્વ વિજેતા બનવામાં સફળ રહી પણ તમને નવાઇ લાગશે કે ઇંગ્લેન્ડની ટીમના અડઘા ખેલાડી વિદેશી છે. ટીમમાં 15માંથી 7 ખેલાડીઓનો જન્મ બીજા દેશમાં થયો છે. તેમાં ફાઈનલમાં મેન ઓફ ધી મેચ બનેલા સ્ટોક્સ અને ટીમ માટે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનાર જોફ્રા આર્ચર પણ સામેલ છે.
એટલું જ નહીં ટીમના કેપ્ટન ઈયોન મોર્ગન પણ આયરલેન્ડના છે. માર્ગન આયરલેન્ડ ટીમ તરફથી 2007માં વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે. જ્યારે ઓપનર જેસન રોય દશ્રિણ આફ્રિકાનો છે. વિદેશી મૂળના ખેલાડીઓનું ટીમમાં રમવું ICC નિયમ અંતર્ગત શક્ય છે. ICC નિયમ 2.1.3 પ્રમાણે જો કોઈ ખેલાડી બીજા દેશની ટીમ તરફથી રમવા માંગતો હોય તો તેણે ઓછામાં ઓછા 3 વર્ષ તે દેશમાં રહેવું પડે છે.
આ પણ વાંચો : જોફ્રા આર્ચર: ‘કભી કભી તો લગતાં હૈ મેં હી ભગવાન હું’, કેમ આ વાત ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માટે કહેવામાં આવી રહી છે?
ઈયોન મોર્ગન આયરલેન્ડ તરફથી રમતી વખતે 5 ઓગસ્ટ 2006માં સ્કોટલેન્ડ સામે મેચથી વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આયરલેન્ડથી ડેબ્યૂના 3 વર્ષ પછી એટલે કે 2009ની ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં તેને ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળી અને ત્યારથી જ મોર્ગન ઈંગ્લેન્ડ માટે રમી રહ્યો છે.
જેસન રોયનો જન્મ દક્ષિણ આફ્રિકાના ડરબન ખાતે થયો હતો. જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ઈંગ્લેન્ડ આવ્યો હતો. તેણે અહીંથી જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. જેસન રોયે ઈંગ્લેન્ડ તરફથી પહેલી વનડે 2015માં રમી હતી.
ફાઇનલ મેચમાં હીરો બેન સ્ટોક્સ ક્રાઈસ્ટચર્ચ, ન્યૂઝીલેન્ડમાં જન્મયો હતો અને જ્યારે 12 વર્ષનો હતા ત્યારે તેઓ ઈંગ્લેન્ડ આવ્યા હતા. અહીં જ તેમણે સ્થાનીક ટીમ સાથે ક્લબ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેમણે ઓગસ્ટ 2011માં વનડે ડેબ્યૂ કર્યું હતું. આ વર્લ્ડ કપમાં તેને 465 રન અને 7 વિકેટ પણ લીધી છે.
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરજોફ્રા આર્ચરનો જન્મ બારબાડોસમાં થયો હતો. તેમણે વેસ્ટઈન્ડિઝ તરફથી અંડર-19 ક્રિકેટ રમી હતી. જોફ્રાએ 2016માં પહેલીવાર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની સક્સેસ ટીમમાંથી પાકિસ્તાન સામે મેચ રમી હતી. ત્રણ વર્ષ પછી 3 મે 2019માં તેણે આયરલેન્ડ તરફથી ઈંગ્લેન્ડ સામે રમીને વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ વર્લ્ડકપમાં 11 મેચમાં 20 વિકેટ લીધી છે.
મોઈન અલી ઈંગ્લેન્ડના સ્પીનર પાકિસ્તાની મૂળના છે. જોકે તેમના દાદા પીઓકેના મીરપુરથી બર્મિંધમ આવ્યા હતા અને મોઈનનો જન્મ અહીં થયો હતો. મોઈન અલીએ તેની ક્રિકેટની શરૂઆત ઈંગ્લેન્ડથી જ કરી હતી.
આદિલ રશિદ પણ મોઈન અલીની જેમ પાકિસ્તાની મૂળના છે. તેમનો પરિવાર 1967માં મીરપુરથી ઈંગ્લેન્ડના બ્રેડફોર્ડ આવ્યો હતો
