રવિવારની મેચ અંગે જે રીતે ચર્ચા કરી હતી તે પ્રમાણે બંને મજબૂત ટીમે એકબીજાને બરાબરની ટક્કર આપી. ભારતીય ટીમે પોતાની દાવેદારી મજબૂત રીતે નોંધાવી છે અને ઓસ્ટ્રેલિયા સામે 36 રનથી જીત મેળવી લીધી છે. જે ભારતની ઓસ્ટ્રેલિયા સામે 50મી જીત હતી.
ટૉસ જીતીને ભારતનો બેટિંગ કરવાનો નિર્ણય કદાચ અયોગ્ય માનવામાં આવી રહ્યો હતો પણ વિરાટ જાણે છે કે ઓસ્ટ્રેલિયા સ્ટ્રોંગ ટીમ છે અને તેની સામે વિશાળ સ્કોર કરી તેને દબાણમાં રમવા ઉતારવું જ યોગ્ય રહેશે.
ભારતીય ઓપનર બેટ્સમેને ફરી એકવાર પોતાની મજબૂત સ્થિતિ દર્શાવી દીધી હતી અને શિખરે 117 અને રોહિતે 87 તો કોહલીએ 82 રન બનાવ્યા હતા. જેને ટીમને સારી સ્થિતિમાં મુકી દીધા હતા.
ચોથા નંબર પર હાર્દિકે બેટિંગ કરવા આવીને સૌ કોઇને ચોંકાવી દીધા અને તેને 27 બોલમાં 48 રન બનાવ્યા એટલું જ નહીં ધોનીએ પણ પોતાના જ અંદાઝમાં બેટિંગ કરી 14 બોલમાં 27 રન બનાવ્યા હતા. જે સાથે જ એક સુપર બેટિંગ પરર્ફોમન્સ જોવા મળ્યું હતું.
ભારતીય બોલરોની તાકાત વધી હોય તેવું પણ લાગ્યું છે. ભલે શરૂઆતમાં વિકેટ મળી ન હતી પણ નવા બોલથી મિડલ ઓવરમાં વિકેટ મેળવવામાં સફળ રહ્યા. ભુવનેશ્વર અને બુમરાહ બંનેને 3-3 વિકેટ મળી તો ચહલ પણ 2 વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા એક ગેમ પ્લાન સાથે મેદાનમાં ઉતર્યું હતું. શરૂમાં વિકેટ પર ઉભા રહીને પહેલાં ફિન્ચ અને વોર્નર પછી સ્મિથ અને ખ્બાજાએ સારી પાર્ટનરશીપ બનાવી હતી. પણ મેચમાં સ્મિથની વિકેટ સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો.
ભારતે મેદાન પર બેટિંગ, બોલિંગ અને ફ્લિડીંગ ત્રણેય ક્ષેત્રે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. જો કે ઓસ્ટ્રે. પણ મજબૂત રીતે ટક્કર આપી હતી પણ વિશાળ સ્કોર સામે અને ભારતના મિડલ ઓર્ડરની સામે બોલિંગ અને ટીમનું બેટિંગની લય કામમાં લાગી નહીં.
ઓવરઓલ ભારતે વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવી ટીમને હરાવીને પોતાની જીતના ઇરાદા અને ગેમ પ્લાન વિશ્વ કપમાં બતાવી દીધા છે. આગળ પણ ભારત આ ફોર્મ જાળવી રાખશે તો ક્યાં વાંધો રહેશે નહીં
હવે 13 જૂનના ભારતની ન્યૂઝિલેન્ડ સામે મેચ રમાશે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.