ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપમાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરવા માટે માત્ર એક જ પોઇન્ટની જરૂર છે. ઈંગ્લેન્ડ સામેની હારથી ટીમ ઇન્ડિયા બેકફૂટ પર છે અને તેથી બાંગ્લાદેશ સામેનો મુકાબલો Do or Die જેવી સ્થિતિ છે. જે મોસ્ટ ફેવરિટ ટીમ હતી તેને જીતમાં બ્રેક લાગી ગઇ છે.
જો કે વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ 3 વખત આમને સામને થયા છે તેમાં 2 વખત ઇન્ડિયા જીત્યું છે તો એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. 2007માં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું, જે કોઇ પણ ભૂલ્યું નથી. તેમજ બાંગ્લાદેશની ટીમ પણ હાલ સારા ફોર્મ સાથે રમી રહી છે.
આ પણ વાંચો : સેમી ફાઇનલમાં પ્રવેશ પહેલાં ટીમ ઈન્ડિયાએ ઘણાં પ્રશ્નો હલ કરવા પડશે, જિજ્ઞા ગજ્જરની કલમે
બાંગ્લાદેશ ટીમ Point of view
- અનિશ્ચિત અને અવિશ્વિનીય પ્રદર્શન
- મોટાં અપસેટમાં દ. આફ્રિકાને હરાવ્યું છે
- જો કે કોઇ પરફેક્ટ કોમ્બિનેશન નથી પણ ટીમનો વ્યક્તિગત દેખાવ સારો રહ્યો છે
- હાલ ચોથા સ્થાન પર છે અને આગળ જવા માટે સ્ટ્રગલ કરી રહી છે
- ન્યૂઝિલેન્ડ, ઈંગ્લેન્ડ સામે હાર તો શ્રીલંકા સામે વરસાદથી મેચ રદ્દ થઈ છે
- ત્યારે વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે
- બાંગ્લાદેશના ઓપનર લિટોન દાસ સારો સ્ટાર્ટ આપી શકે છે તામીન ઇકાબલ પણ લાંબી ઇનિંગ રમવા માટે સક્ષમ છે
- શાકિબ ગેમ ચેન્જર છે અને બાંગ્લાદેશનો પ્રથમ ખેલાડી છે જેને વર્લ્ડ કપમમાં 1 હજાર રન પૂરા કર્યા છે.
- શાકિબનું પરફોર્મન્સ ઓલ રાઉન્ડ રહ્યો છે જે ભારત માટે મુશ્કેલ રહેશે
- બોલિંગમાં મુરતુઝા, રહમાન, સૈફુ્દ્દીન, હસન એક પણ બોલર સારો પ્રભાવ છોડી શક્યું નથી
- સ્પિનરમાં શાકિબને હજી ગણી શકાય પણ મહેંદી હસન સારી બોલિંગ કરી છે
- બાંગ્લાદેશને હળવાશથી લેવી ન જોઇએ નહીંતર મોટો અપસેટ કરી શકે છે
ટીમ ઇન્ડિયા Point of view
- ઈંગ્લેન્ડની સામે હાર બાદ બાંગ્લાદેશ સામે અટેકિંગ ક્રિકેટ જોવા મળી શકે છે
- ટૉસ જીતી બેટિંગ કરવી અને તેમાં પણ મિડલ ઓર્ડરની સ્થિતિ સુધારવાનો એક ચાન્સ અહીં મળી શકે છે
- વિજય શંકર ઇજાગ્રસ્ત છે, તો રાહુલ પણ સારો દેખાવ કરી નથી શક્યો તે સ્થિતિમાં ટીમમાં ચોક્કસ બદલાવ જોવા મળશે.
- ઈન્ડિયાએ બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે બેટિંગ મજબૂત કરી સારો દેખાવ કરવો જ પડશે
- વિરાટ અને રોહિત સિવાય કોઇનો પણ બેટિંગમાં સારો દેખાવ જોવા મળ્યો નથી
- બાંગ્લાદેશ સામે દિનેશ કાર્તિકને ચાન્સ મળવો જોઇએ, તેને અગાઉ આક્રમક દેખાવ કર્યો છે અને ટીમને જીત અપાવી છે
- બીજો એક બદલાવ કુલદીપના સ્થાન જાડેજાને ટીમમાં સ્થાન મળ્યું જોઇએ, જે ઓલરાઉન્ડરનો રોલ પ્લે કરી શકે છે
- બ્રામિંગહમની પીચ બોલરને સ્પોર્ટ કરતી જોવા મળી નથી તો તે સ્થિતિમાં ભારતે સારો સ્કોર ઉભો કરવો જોઇએ
મેચ પોઇન્ટ
ઓવર ઓલ અહીં બંને ટીમ પોતાનો જોર દેખાડવાનો પ્રયત્ન કરશે. તેમાં પણ દર્શક બંને ટીમને સ્પોર્ટ કરે તો કંઇ જ ખોટું નથી. ઓવરઓલ એક હાઇ વોલ્ટેજ ગેમ અને ટીમ ઇન્ડિયા માટે must win ગેમ રહેશે.
For more updates will soon India vs Srilanka
Jigna Gajjar
