વર્લ્ડ કપમાં કદાચ કમજોર ગણવામાં આવી રહેલી ટીમ બાંગ્લાદેશ સામે ભારતે આખરે 28 રનથી જીત મેળવી અને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.
ઈન્ડિયા Point of View
- આગળ વાત કરી હતી તેમ ટૉસ જીતી 300+ રન કરવા જરૂરી છે અને તેમાં ટીમ ઇન્ડિયા સફળ રહી છે.
- ઓપનિંગ બેટ્સમેન આક્રમક અને સારી શરૂઆત આપી ગયા
- શરૂઆતમાં રોહિત સાથે રાહુલે પણ પોતાનું એગ્રેસન દેખાડ્યું અને જેના કારણે 300+ સુધી પહોંચી શક્યા
- હિટ મેન રોહિત ફરી એકવખત મજબૂત અને સફળ શરૂઆત કરી 104 રન બનાવ્યા અને સાથે જ વર્લ્ડ કપમાં ચોથી સદી ફટકારી
- આ સાથે જ રોહિત વર્લ્ડકપમાં 544 રન સાથે સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બન્યો
- 180 રનની રોહિત અને રાહુલની શરૂઆતી પાર્ટનરશીપ વર્લ્ડકપમાં બીજી વખત જોવા મળી
- રાહુલ 77 રન પછી તેને 100 રન સુધી પહોંચી શક્યો નહીં
- ઋષભ પંતે સેકન્ડ મેચમાં જ મિડલ ઓર્ડર સાચવવાની કોશિશ સારી કરી
- મિડલ ઓર્ડરમાં હાર્દિક, દિનેશ કાર્તિક અને ધોની મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા
આ પણ વાંચો : બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાની Do or Die મેચમાં શું બદલાવ કરવાની છે જરૂર ?
ઈન્ડિયા Negative Point :
- છેલ્લી મેચમાં 35 થી 50 ઓવરમાં રન બનાવવમાં મુશ્કેલી આ મેચમાં પણ ચાલું જ રહી
- મોટો સ્કોર કરવામાં મિડલ ઓર્ડર ફરી એક વખત નિષ્ફળ જ જોવા મળ્યું
- સેમીફાઇનલ પહેલાં મિડલ ટુ લાસ્ટ ઓવરના પરર્ફોમન્સ પર ચોક્કસ કામ કરવું પડશે
- પિચ પણ ધીમી થઇ રહી હતી એ એક કારણ હોય શકે પણ હાર્ડ હિટથી રન સ્કોર કરી શકાય
- ઓપનિંગનું સ્ટાર્ટ જોતાં 340-350 રન બની શક્યા હોત પણ મિડલ ઓર્ડરમાં હજી કોહલી અને ટીમ ઇન્ડિયાએ મહેનત કરવાની જરૂર છે.
- જો ઓપનિંગ કોઇ રીતે નિષ્ફળ જાય તો ટીમ મુશ્કેલીમાં આવી પડે છે, માટે સેમી અને ફાઇનલમાં જવા પહેલાં આ સુધારો જરૂરી છે.
બાંગ્લાદેશ Point of View
- મુરતુઝા કેપ્ટન તરીકે ફાસ્ટ બોલિંગમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો
- શાકિબ, સરકાર અને રૂબેલને એક-એક વિકેટ મળી
- મુસ્તફ્ઝિુર રેહમાન પાંચ વિકેટ લઇ ટીમનો અનુભવ દેખાડ્યો હતો.
- બેટિંગમાં કોઇ સારી પાર્ટનર શીપ થઇ ન શકી પણ પ્રયત્ન સારા કરવામાં આવ્યા
- શાકિબ વન મેન આર્મી રહ્યો અને 66 રન બનાવી હાલ વર્લ્ડકપમાં સૌથી વધુ રન કરનાર બીજો ખેલાડી છે.
- જો કે બાંગ્લાદેશે પોતાના પ્રયત્ન કરી લાસ્ટ સુધી ફાઇટ આપી પણ જીત માટે ભારતીય બોલર સામે તેઓ ચાલી શક્યા નહીં
મેચ પોઇન્ટ
- ઇન્ડિયા ફરી એક વખત બોલિંગના દમ પર જીતી હોય તેવું કહેવું સહેજ પણ ખોટું નથી
- પાંચ બોલર અને તેમાં પણ ત્રણ પેસ બોલરે એક નવું કોમ્બિનેશન જોવા મળ્યું
- ડેથ ઓવરમાં બુમરાહ 4 વિકેટ અને મિડલ ઓવરમાં હાર્દિકે 3 વિકેટ લીધી
- બોલિંગમાં ભુવનેશ્વર અને ચહલ પણ એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા
- ઓવરઓલ ઇન્ડિયાએ સારો કમબેક કર્યો અને આગળ જતાં પહેલાં પોઝેટિવ જીત કહી શકાય.
For more updates will soon India vs Srilanka
6 July2019
Jigna Gajjar

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.