ઈંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાની હાર સાથે જ ઘણાં સવાલ ઊભા થઇ રહ્યા છે. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની આ પહેલી હાર હતી. જે પણ ઈંગ્લેન્ડ સામે 31 રનથી મળી છે. જ્યારે ટીમ ઈંગ્લેન્ડ ટૉસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો ત્યારથી જ મેચમાં પોતાની પકડ બનાવવાનું શરૂ કરી દીધું હતું.
હાઇ પ્રેશર મેચમાં કોઇ પણ ટીમ બીજી બેટિંગ કરી રન ચેઝ કરી જીતવું ઘણું મુશ્કેલ જ બની રહે છે. એ પણ વર્લ્ડ કપ જેવા મોટા ફોર્મેટમાં 300+ રન બનાવવા વધુ જ મુશ્કેલ બની રહે છે.
ઈંગ્લેન્ડ સારી રીતે જાણે છે કે ટીમ ઇન્ડિયા બેટિંગ અને બોલિંગં બંનેમાં સ્ટ્રોંગ છે. જેથી ટૉસ જીતી આક્રમક બેટિંગ જોવા મળ્યું. જેમાં ઓપનરે સારો સ્ટાર્ટ આફ્યો અને તે પછી સારી બેટિંગ લાઇન ઓર્ડર વધુ ફાયદો પહોંચાડી શક્યું હતું. રૉય અને બેરિસ્ટોની શરૂઆત જ ઇન્ડિયા માટે મુશ્કેલ રહી હતી.
એટલું જ નહીં મિડલ ઓર્ડર પણ રૂટ અને બેન સ્ટોક વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને સારી સ્થિતિમાં મુકી ગયું. મેચમાં ધોનીએ હાર્દિકની ઓવરમાં રોય માટે DRS ન લીધો તેની પણ ચર્ચા થઇ રહી છે. જેમાં ધોની DRS માં સૌથી સફળ રીતે નિર્ણય લઇ શકે છે. પણ આ મેચમાં ધોનીનો નિર્ણય ખોટો સાબિત થયો અને રોય મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો.
બીજી તરફ સપાટ પિચ પર બોલરના માટે વિકેટ લેવું મુશ્કેલ બની રહે છે. જેથી ભારતની મજબૂત બોલિંગ અહીં સંઘર્ષ કરતી જોવા મળી હતી. છેલ્લી બંને મેચમાં ભારત પોતાના બોલિંગના દમ પર જ મેચ જીતી રહ્યું છે. પણ ઈંગ્લેન્ડ સામે બોલર ઘણાં મોંઘા સાબિત થયા.
જેમાં પણ સ્પિનર સૌથી વધુ મોંઘા સાબિત થયા છે. કુલદીપ અને ચહલને વિકેટ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. તેવી સ્થિતિમાં બુમરાહ અને શમી પણ પોતાના પહેલાં સ્પેલમાં મોંઘા સાબિત થયા પણ બીજા સ્પેલમાં બુમરાહ અને શમીએ સારો કમ બેક કર્યો હતો. જેથી શમી પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો તો બુમરાહ 1 અને કુલદીપે પણ 1 વિકેટ લીધી હતી.
તેમજ ફિલ્ડિંગમાં કેદાર, અને રાહુલની ગેરહાજરીમાં જાડેજા અને હાર્દિક દ્વારા ટીમને સારાં કેચ પકડી મેચમાં બનાવી રાખવા માટે સારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેથી ઓવર ઓલ બોલિંગ વધુ અસરકારક જોવા મળી નથી.
ઇન્ડિયાના પોઇન્ટ ઓફ વ્યૂથી બેટિંગની વાત કરવામાં આવે તો તેના પર ઘણાં સવાલ થઇ રહ્યા છે. જો ઓપનિંગની જ વાત કરવામાં આવે તો રાહુલ અનફીટ જોવા મળ્યો અને તેની અસર બેટિંગ પર ખાસ જોવા મળી અને તેના કારણે સારી શરૂઆત ટીમને મળી નહીં.
જે પછી વિરાટ અને રોહિતે મજબૂત પાર્ટનરશીપ આપવાની કોશિશ કરી પણ કોહિલ વધુ એક વખત સદીથી 66 રન પર જ આઉટ થયો તો રોહિતે એક અનુભવ પૂર્ણ અને જવાબદારીથી ટીમને આગળ લઇ જવા માટે મહેનત કરી હતી.
ઋષભ પંતને પહેલો વર્લ્ડકપ અને પહેલી મેચ રમવાનો ચાન્સ તો મળ્યો પણ તે ઘણો અન મેચ્યોર જોવા મળ્યો હતો. જો કે તેના માટે પહેલી મેચ વધુ મહત્વની હતી. પણ રોહિત અને પંતના આઉટ થયા પછી ધોની અને હાર્દિક પાસે ઘણી આશાઓ હતી. જેમાં તેઓ સફળ રહ્યા ન હતા.
ઈંગ્લેન્ડની બોલિંગ પણ અગાઉની મેચો કરતાં સારી હતી જેથી રનનો પીછો કરવામાં ટીમને નિષ્ફળતા જ મળી રહી હતી. બેટિંગ ટીમ ઇન્ડિયા માટે આગળ વાત કરી હતી તેમ ચિંતાનો વિષય બની રહ્યો છે. ઓપનિંગ અને મિડલ ઓર્ડરમાં જાધવ સારું પરફોર્મન્સ આપી રહ્યા નથી.
ખાસ નોંધ કરવા જેવી વાત એ છેકે સેમી ફાઇનલમાં જવા માટે બેટિંગ લોઅર ઓર્ડર સુધી લાઇન અપ કરવી પડશે. જેમને પણ ટીમમાં ચાન્સ મળ્યો છે તેમને પોતાના સ્થાનનું મહત્વ જાતે જ બતાવવું પડશે. ચોક્કસ ઈંગ્લેન્ડ સારું રમ્યું છે પણ ટીમ ઇન્ડિયાએ પોતાને સેમીમાં પહોંચાડવા માટે હજી એક મુકાબલો જીતવો પડશે. એટલે તે અન્ડર પ્રેશર ન રમીને પોતાની નેચરલ જ ગેમ રમવી જોઇએ.
હવે વર્લ્ડ કપની તમામ મેચો રસપ્રદ બની રહેવાની છે. ઈંગ્લેન્ડ, પાકિસ્તાનથી લઇ બાંગ્લાદેશ ચોથા સ્થાન માટે મોટી જંગ જામશે. જ્યારે ઇન્ડિયાએ એક પોઇન્ટ હજી ક્વોલિફાયથી દૂર છે તે તેના પર દબાણ રહેશે.
For more updates will soon India vs Bangladesh
2 July 2019
Jigna Gajjar

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.