ભારતનો આજનો મુકબાલા તેની સેમી ફાઇનલની રાહ નક્કી કરશે. અત્યાર સુધી એક પણ મેચ ન હારેલ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે ટકારશે જે માત્ર એક જ મેચ જીત્યું છે. 6 માંથી 1 મેચની જીત સાથે 3 પોઇન્ટ મેળવ્યા છે.
વેસ્ટ ઇન્ડિઝની જો વાત કરવામાં આવે તો એક આક્રમક ટીમ છે. છેલ્લી મેચમાં તે ન્યૂઝીલેન્ડ સામે હારી છે અને ત્યાં પણ તેનો ઉત્તમ જ દેખાવ રાખ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ 300-300 રન કરવા માટે સક્ષમ છે. અને તેની ટીમ એક જૂથ થઇને તમામ મેચોમાં લડીને હારી છે.
વેસ્ટ ઇન્ડિઝમાં જો ઓપનિંગ જોડી ચાલે છે તો તે મોટો સ્કોર કરવા માટે સક્ષમ છે. જેમાં ક્રિસ ગેલ ઓપન સારું કરે છે પણ તેને ફિનશ આપી શકતા નથી. તો મિડલ ઓર્ડરમાં હોપ, પુરાણ, હેટમેયર નિષ્ફળ પ્રદર્શ કરી રહ્યા છે. કાર્લોસ બ્રેથવેટ પણ પોતાનો દમ દેખાડી રહ્યો છે. પણ ટીમને જીત સુધી પહોંચાડી શકતું નથી.
એક વાત તો છે કે તેમની ટીમ અપ એન્ડ ડાઉન છે કોઇ ચોક્કસ દિશામાં બેટિંગ કે બોલિંગ પણ જોવા મળતી નથી. બોલિંગમાં પણ કોઇ ખાસ અસર જોવા મળી નથી. સ્ટાર પ્લેયર રસેલ ઇન્જર્ડ છે. તેથી તેના રમવા પર હજુ શંકા છે.
ભારતની વાત કરવામાં આવે તો વર્લ્ડકપમાં એક પણ મેચ ભારત હજી સુધી હાર્યું નથી. અને વેસ્ટ ઇન્ડિઝ સામે જીતી સેમીફાઇનલ માટે કવોલિફાય થવાની કોશિશ કરશે. અફઘાનિસ્તાન સામેની મુશ્કેલીઓને પર ફોક્સ કરી આગળ વધવાનો પ્રયત્ન આજની મેચમાં કરી શકે છે.
મીડલ ઓર્ડર હજી મજબૂત જોવા મળી રહ્યું નથી. કેદાર, હાર્દિક, વિજય અને ધોની કોઇ પણ મોટી ઇનિંગ રમી શક્યા નથી. તેમની પાસે ચોક્કસથી ટીમને આશા હશે. વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ સ્ટ્રોંગ માનવામાં આવતી હતી પણ હજી બોલર દ્વારા સારા પ્રભાવ પાડવામાં આવ્યો છે.
પણ વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે બંને મોર્ચે સારો દેખાવ કરવાની જરૂર છે. અને વર્લ્ડ કપ સેમીમાં કવોલિફાય થવાની જરૂર છે. સ્પિનર પણ ફાસ્ટ બોલર જેવો પ્રભાવ પાડી શક્યા નથી. ત્યારે કોહલી માટે એ પણ એક પ્રશ્ન બની રહેશે.
જો ઈંગ્લેન્ડમાં વેધર એક મોટો પોઇન્ટ હોય છે. મેન્ચસ્ટરમાં વરસાદના લીધા ઇન્ડિયાએ ઇન્દોર પ્રકેટિસ કરી છે. જો કે મેચ પૂરી રમાશે કે કેમ તે પણ એક સવાલ છે. તેમજ આજની મેચમાં ટીમમાં કોઇ ચેન્જ થાય તેવી શક્યતા ઓછી છે. પણ ઇન્ડિયા ચોક્કસ આજની મેચમાં ફેવરિટ છે, તે બે પોઇન્ટ લઇ સેમી ફાઇનલનો રસ્તો નક્કી કરી લેશે.
For more updates will soon India vs England 30 June
Jigna Gajjar

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.