વર્લ્ડ કપમાં ઇન્ડિયા જેવી મજબૂત ટીમ અફઘાનિસ્તાન સામે મોટો સ્કોર કરશે તેવી આપણે ચર્ચા કરી હતી પણ ટૉસ જીતી ટીમ ઇન્ડિયા તે કરવામાં સફળ રહ્યું ન હતું. જેનું સૌથી મોટું કારણ કદાચ એ હશે કે ઇન્ડિયાએ અફઘાની ખેલાડીઓને હલકાંમાં લીધા હશે.
જેની શરૂઆતમાં જ અસર જોવા મળી. રોહિત અને રાહુલ અફઘાનિસ્તાન સ્પિન બોલર સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા. રોહિત માત્ર એક રન પર જ આઉટ થયો તો રાહુલ પણ જલ્દી આઉટ થતાં કેદાર જાધવ અને વિજય શંકર પાસે એક સારી તક પોતાને સાબિત કરવા માટેની હતી.
કેદાર ભલે હાફ સેન્ચુરી લગાવી ટીમને એક સન્માનજનક સ્કોર પર પહોંચાડી શક્યો પણ વિજ્ય, હાર્દિક અને ધોની સ્પિન બોલિંગ સામે મુશ્કેલીમાં જ જોવા મળ્યા. જેની અસર અંત સુધી જોવા મળી. ખાસ કરીને આ મેચમાં ઇન્ડિયાએ મોટાં અંતરથી જીત મેળવવાની જરૂર હતી, પણ તેમ થઇ શક્યું નહીં.
આ પણ વાંચો : વર્લ્ડ કપ-19 : અફઘાનિસ્તાન સામેની સરળ મેચમાં ઇજાગ્રસ્ત ટીમ ઇન્ડિયાના શું રહેશે પડકાર ?
જો અફઘાન ટીમની વાત કરવામાં આવે તો તેને મેળવવાનું કશું જ ન હતું અને ગુમાવવાનું પણ કંઇ જ ન હતું. પણ તેને જો મેચ જીત મેળવી હોત તો પોઝેટિવ સાઇટ અને વર્લ્ડ કપમાં રસપ્રદ ઘટના બની હોત. પણ તેને સારી લડત આપી અને મેચ સરળતાથી છોડી દીધી ન હતી.
ભારતીય બોલિંગમાં ખાસ વેરિએશન જોવા મળ્યું છે. હાર્દિક અને બુમરાહે 2-2 વિકેટ તો શમીએ 4 વિકેટ લીધી, તો સ્પિનરમાં ચહલ 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. બુમરાહ ડેથ ઓવરમાં ટીમ માટે વિકેટ લઇને જીતની તરફ ટીમને લઇ જવામાં સફળ રહ્યો હતો. આથી બુમરાહ ભારત માટે શ્રેષ્ઠ બોલર કહીશ.
અફઘાનિસ્તાન ઓપનર સારા પ્રયત્ન કરતાં રહ્યા અને મોટી પાર્ટનરશિપ પણ તેમને કરી હતી. ત્યારે મોહમ્મદ નાબીએ ટીમને અંત સુધી એક મજબૂત લડત આપવાનું કામ કર્યું. શમીએ તેને આઉટ કરી પોતાનો ફોર્મ અને અનુભવ દેખાડી દીધો હતો. શમી ભલે ટીમમાં મોડાં આવ્યા હોય પણ પોતાના અનુભવનો ભરપૂર ઉપયોગ કર્યો હતો.
ઓવર ઓલ ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામે ઘણી મુશ્કેલી તો કરી પણ રસાકસી પૂર્ણ મેચ જોવા મળી છે. એક સમયે ભારત મેચ ગુમાવશે તેવું પણ લાગતું હતું પણ શમી ગેમ ચેન્જર બની રહ્યો હતો. તેને વર્લ્ડ કપની પ્રથમ હેટ્રિક લઇ પોતાની તાકાત બતાવી દીધી. તો ટીમ ઇન્ડિયા પણ વર્લ્ડ કપમાં 50મી જીત મેળવવામાં સફળ રહ્યું છે.
હવે 27 જૂનના ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની મેચ સમયે વધુ ચર્ચા કરીશું.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.