વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની હાર સાથે 2019માં જીતની સફર પૂર્ણ થઇ છે. ફૂલઓફ ડ્રામા સાથે રહેલી વર્લ્ડ કપની સેમિફાઇનલ બે દિવસ પછી અંત આવ્યો છે. આ મેચમાં દરેક ઇન્ડિયનના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. છેલ્લી ઓવર સુધી મેચ ઇન્ડિયા જીતે તેવી સ્થિતિ હતી.
શરૂઆતમાં નિષ્ફળ શરૂઆત પછી 49મી ઓવર સુધી મેચ પહોંચશે તેવી ખાસ આશા પણ ન હતી પણ ધોની એક લેજન્ડ કૂલ હીરો સ્ટાઇલ સાથે મેદાનમાં જોવા મળ્યો છે. જાડેજા અને ધોનીએ છેલ્લી ઓવર સુધી બનતાં તમામ પ્રયત્ન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં શરૂઆતમાં જોઇએ તેવી રમત દેખાડી ન હતી. પણ વિલિયમસન અને રોઝ ટેલર સિવાય કોઇ સારી બેટિંગ કરી શક્યું ન હતું. ભારતીય બૉલર વિકેટ લેવામાં સફળ રહ્યા તેમનું યોગદાન સમગ્ર વર્લ્ડકપમાં સારો જ હતું.
કિવિઝે બેટિંગમાં સારો દેખાવ કરી શકયા નહીં. પણ બોલિંગમાં તેમને સારો દેખાવ કર્યો છે. 240 રન બોર્ડ પર મુકીને ન્યૂઝિલેન્ડે ડિફેન્સ કરવામાં સારો પ્રયત્ન કર્યો અને તેમાં સફળ રહ્યા છે. તેઓ લો સ્કોરને સારી રીતે ભારતને અટકાવી શક્યા છે.
ભારતીય બેટ્સમેનોનું સૌથી ખરાબ પરફોમન્સ જોવા મળ્યો છે. ઓપનિંગ પ્લેયરથી લઇ કોહલી માત્ર 1 જ રન બનાવી શકયા છે. સ્પિનરમાં સેન્ટનરે 2 વિકેટ લેવામાં સફળ રહ્યો અને તેના કારણે ભારતીય ટીમ પર દબાવ આવી ગયા હતા. જ્યારે હેન્રીએ 3 વિકેટ અને બોલ્ટે 2 વિકેટ લીધી હતી.
મિડલ ઓર્ડરમાં ઋષભ પંતે 32 રન અને હાર્દિકે 32 રન કર્યા જેનાથી ટીમને થોડી મદદ મળી પણ તેને સારું સ્ટેન્ડ આપી શક્યા ન હતા. દિનેશ કાર્તિકે મોટો ચાન્સ ગુમાવ્યો છે. તેમજ ઋષભ પંતમાં અનુભવની કમી જોવા મળી છે. તો દિનેશ કાર્તિક મિડલ ઓર્ડરને મજબૂત કરવાની જવાબદારીમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
ઓપનિંગ બેટ્સમેન એકદમ જ ફેલ રહ્યા છે અને તેના કારણે મિડલ ઓર્ડર તે દબાવને હેન્ડલ કરી શક્યા નહીં. તો બીજી તરફ લોઅર ઓર્ડર પણ સ્ટ્રગલ કરતું જોવા મળ્યું. જો કે એ વાત સાથે ચોક્કસ સહમત છું કે ધોનીને બેટિંગ ઓર્ડરમાં ઉપર મોકલ્યો હોત તો ફાયદો ચોક્કસ થયો હોત.
જ્યારે જ્યારે ઇન્ડિયાએ શરૂમાં વિકેટ ગુમાવી છે ત્યારે તે મેચ ગુમાવી જ છે. આ વખતે જાડેજાનો ટીમને સૌથી મોટો ફાયદો થયો છે. 77 રનની ઇનિંગ લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે અને ધોનીના 50 રનના કારણે જ ટીમ એક ખરાબ હારથી બચી શકી છે.
ધોનીનો રન આઉટ ચોક્કસથી મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ કહી શકાય. પણ ધોનીએ તમામ પ્રેશરમાં અને ટીકાની વચ્ચે લેજન્ડ ગેમ દેખાડી પોતાનો રોલ પરફેક્ટ પ્લે કર્યો છે. ઓલ રાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાની ભલે અવગણના થતી હોય પણ તેને પણ સારી એબિલિટી બતાવી છે.
ઓવરઓલ વર્લ્ડ કપમાં શિખર ધવનની ઓપનિંગમાં ખોટ સૌથી મોટી જોવા મળી તો મિડલ ઓર્ડરમાં એક સારા અનુભવની ખોટ જોવા મળી બીજી તરફ કેપ્ટન કોહલી પોતાના રોલમાં પરફેક્ટ રહ્યો છે. તેમજ બોલર પોતાના ઉત્તમ દેખાવના કારણે બુમરાહ મોટી છાપ છોડી ગયો છે.
ઇન્ડિયાની વર્લ્ડ કપની સફર અહીં સુધીની જ રહી… 2019 હવે 2023 સુધી રાહ જોવાની રહેશે. Well done India
For more updates will soon
Jigna Gajjar
