ન્યૂઝીલેન્ડની ટીમની ખાસિયત રહી છે કે આઇસીસી ટુર્નામેન્ટમાં રમવાનું આવે ત્યારે તે બરાબરનું ઝળકે છે. પરંતુ કમનસીબે હજુ સુધી ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય ૫ણ વર્લ્ડચેમ્પિયન બની શકી નથી. 2015ના વન-ડે વર્લ્ડકપમાં પ્રારંભથી સારો દેખાવ કર્યા બાદ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. હવે આ વખતે પ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બનવા પૂરા પ્રયાસ કરશે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ 2019 : કેમ ઈંગ્લેન્ડ ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે ?
તાકાત: કેન વિલિયમસનની કેપ્ટનશિપે ન્યૂઝીલેન્ડ ટીમને નવી ઊંચાઇ આપી છે. રોઝ ટેલર 2017માં 60.50, 2018માં 91.29 અને 2019માં 74.13ની બેટિંગ એવરેજ ધરાવે છે. આ ઉપરાંત માર્ટિન ગપ્ટિલ, ટોમ લેથમ, હેનરી નિકોલ, જેમ્સ નિશમ, કોલિન મનરો, ટ્રેન્ટ બૌલ્ટ, મિચેલ સેન્ટનર, ટિમ સાઉથી જેવા પ્લેયર્સ ટીમને યોગ્ય સંતુલન પૂરું પાડે છે.
આ પણ વાંચો : મોદી સરકારમાં કોણ બનશે નાણા પ્રધાન?,ભાજપના સાંસદે નારાજ થઈ મોદીને આપી ખુલ્લી ચેતવણી
નબળાઇ: નિર્ણાયક તબક્કામાં ફસકી પડે છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડની ધરતી ઉપર છેલ્લી 11માંથી ચાર વન-ડેમાં જ ન્યૂઝીલેન્ડ જીતી શક્યું છે. વિલિયમ્સન ઘાયલ થાય તો તેના સ્થાને સુકાન સંભાળી શકે તેવો મજબૂત દાવેદાર પણ કોઈ નથી. કોલિન ડી ગ્રાન્ડહોમને સામેલ કરાયો છે પણ તેના દેખાવમાં સાતત્યતાનો અભાવ છે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: 2015માં રનર્સઅપ
ટીમ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ બ્લન્ડેલ, ટ્રેન્ટ બૌલ્ટ, કોલિન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગપ્ટિલ, મેટ્ટ હેનરી, ટોમ લેથમ, કોલિન મનરો, જેમ્સ નીશમ, હેનરી નિકોલસ, મિચેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, રોઝ ટેલર

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.