વર્લ્ડ કપની પહેલી જ મેચમાં ભારતે આફ્રિકા સામે જીત મેળવીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. હવે બીજી ઓસ્ટ્રેલિયા સામે ઓવલના મેદાન પર રમશે. આ મેચ એટલા માટે પણ રસપ્રદ રહેશે કારણ કે બંને ટીમ મજબૂત છે અને જીત માટે પ્રબળ દાવેદાર છે.
બંને ટીમ મેદાનમાં એક જુસ્સા સાથે જ ઉતરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા છેલ્લા ઘણાં સમયથી જ્યારે પણ સામ સામે આવે છે ત્યારે કાંટે કી ટક્કર જોવા મળતી હોય છે, તેથી દરેક ક્રિકેટ પ્રેમી માટે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ રોમાંચક બની રહી છે.
ઓસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપમાં પોતાની બંને મેચ જીતીને આગળ આવી છે અને પાંચ વારની ચેમ્પિયન ટીમ આ વખતે પણ જીત માટેની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ખાસ વાત એ છેકે ઓસ્ટ્રેલિયામાં લોઅર ઓર્ડર સુધી બેટિંગ સ્ટ્રેન્થ રહેલી છે.
જેમાં સ્મિથ અને વોર્નરથી લઇ મેક્સવેલ અને બોલિંગમાં પેસ અને સ્પિન બંને ફેક્ટર સ્ટ્રોંગ જોવા મળી રહી છે. સ્ટ્રાર્કે વર્લ્ડ કપમાં પાંચ વિકેટ આંચકીને ઓસ્ટ્રેલિયાની બોલિંગ એટેકની તાકાત દુનિયા સામે મુકી દીધી છે.
ભારતીય ટીમ પહેલી મેચ પછી પોતાના ઇરાદા સ્પષ્ટ કરી ચુકી છે કે ભલે મોડી મેદાનમાં ઉતરી છે પણ ક્યાંય પણ કચાસ છોડવાની નથી. હાલની ટીમ ઇન્ડિયાનો વિનિંગ કોમ્બિનેશન બેસ્ટ જ છે જેને ચાલુ રાખીને જ મેદાનમાં ઉતરવાનું પસંદ કરવું જોઇએ.
મારા હિસાબે ભારતની બોલિંગમાં સ્પિન અને પેસ બંને અટેકનું કોમ્બિનેશન પરફેક્ટ છે. સ્પિન બોલિંગ મીડિલ ઓર્ડરમાં વિકેટ લેવા માટે સક્ષમ છે અને જેથી ઓસ્ટ્રેલિયાની સામે તેની પણ પરિક્ષા થવાની છે. જેના માટે શરૂઆતથી જ અટેકિંગ રહેવાની જરૂર પડશે.
ઓવલના મેદાન પર ટૉસ પણ એક મેજર ફેક્ટર બની રહેશે. જેના માટે વિરાટ અને શિખર હજી સુધી યોગ્ય લયમાં આવ્યા નથી અને મિડલ ઓર્ડર પણ હજી તૈયાર જોવા મળ્યું નથી. રોહિતે હજી પણ શોર્ટ સિલેકટ કરવામાં ધ્યાન રાખવાની જરૂર છે. તો મજબૂત બેટિંગ ઓર્ડર પર કોઇ પણ પ્રેશર રહેશે નહીં.
જો હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 136 મેચ રમાઇ છે, જેમાં ભારત 49 અને ઓસ્ટ્રેલિયા 77 મેચમાં જીત મેળવી શક્યું છે. હાલની સ્થિતિ ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટ્રોંગ છે અને ઓવલનું મેદાન પણ તેને માફક આવે તેમ છે જેથી ભારતે વધુ મજબૂત થવાની જરૂર છે.
એટલે ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે વિરાટ અને ધોનીના નેતૃત્વમાં રોહિત અને ટીમ ઇન્ડિયા જીતની પ્રથા ચાલુ રાખીને આગળ વધે તેવી જ વિશ કરીશ.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.