આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમ કોઇ પણ સારો દેખાવ કરી શકી નથી. પોઇન્ટ ટેબલ પર છેલ્લા સ્થાન પર પહોંચી ગઇ છે. પોતાની પાંચ માંથી એક પણ મેચ અફઘાનિસ્તાનની ટીમ જીતી શકી નથી.
જો વાત ટીમની કરવામાં આવે તો બેટિંગમાં કોઇ પણ ખેલાડી સક્ષમ રીતે શરૂઆત આપી શક્યો નથી. ટીમમાં કોઇ પણ પ્રકારનું સંતુલન જોવા મળી રહ્યું નથી. જેમાં અનુભવની સ્પષ્ટ કમી જોવા મળી રહી છે. બીજી તરફ બોલિંગમાં રશીદ પણ કોઇ કમાલ કરી શક્યો નથી.
ટીમ ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો પોઇન્ટ ટેબલ પર ચોથા સ્થાન પર છે અને ત્યાંથી આગળ જવા માટે અફઘાનિસ્તાન પર હાવી થવાના પ્રયત્ન કરશે. મૂળ ચિંતા ટીમ કોમ્બિનેશનની રહેશે.
શિખર ધવનના સ્થાને ઋષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું તો છે. પણ ચિંતા વિજય શંકરે પણ વધારી છે. તેના પગમાં ઇજા થવાના કારણે તે ટીમની બહાર રહી શકે છે. જેના સ્થાને ઋષભને આ મેચમાં રમી શકે છે. જે ટીમાં ફિનશર તરીકે 5 કે 6 નંબર પર બેટિંગ કરી શકે છે.
લેફ્ટ હેન્ડ બેટ્સમેન ઋષભ પંતને ટીમમાં કોઇ પણ બીજા લેફ્ટ હેન્ડ પ્લેયર ન હોવાના કારણે પણ ટીમમાં સ્થાન મળવાની શક્યતા જોવા મળી રહી છે. બીજું કે તે એક વિસ્ફોટક બેટ્સમેન છે અને તેનાથી ટીમને જરૂર લાભ મળી શકે છે.
પણ બીજી બાજુ એક ટીમ મેમ્બર તરીકે દિનેશ કાર્તિકની પણ પસંદગી થઇ શકે છે. કેમ કે તે પણ એક ફિનિશર તરીકે રોલ પ્લે કરી શકે છે. તેથી તેને અફઘાનિસ્તાન સામેની મેચમાં એક ચાન્સ મળી શકે છે. બીજી બાજુ ભુવનેશ્વરના સ્થાને મોહમ્મદ શામીનું રમવું લગભગ નક્કી માનવામાં આવે છે. જેથી બીજા કોઇ મોટાં ફેરફાર ટીમ કરે તેવી શક્યતા ઓછી છે.
ભારતીય ટીમ અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવવા માટે પ્રયત્ન કરશે અન પોઇન્ટ ટેબલમાં મજબૂત સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરશે. કેમ કે હવે પછીની મેચ ભારતની વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ તેમજ શ્રીલંકા સામે છે જેમાં તેની આ જીત મોટો લાભ અપાવી શકે છે.
આ તરફ ઇંગ્લેન્ડમાં વરસાદ દરેક મેચમાં હાવી રહ્યો છે. જેથી સાઉથેમ્પટનમાં પણ વરસાદ વિલન બની શકે છે. અને જો એમ થશે તો ભારતને આગળની મેચમાં કદાચ નુકસાન કારક પણ રહી શકે છે. જેથી આશા રાખીએ કે વરસાદ ન પડે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.