વર્લ્ડ કપમાં જે આગળ પણ આપણે વાત કરી હતી તેમ દ.આફ્રિકાની ટીમનું પરર્ફોમન્સ નબળું જોવા મળ્યું છે. ભારતે બેટિંગથી લઇ બોલિંગ અને ફીલ્ડિંગ તમામ મોર્ચે મેચ પર કાબુ મેળવ્યો હતો અને જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરી છે.
ટીમ ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો ટીમ ખૂબ જ સમજદારી સાથે મેદાન પર ઉતરી હતી. પહેલી મેચમાં ટીમનો પરફેક્ટ ગેમ પ્લાન અને કોન્ફિડન્સ સાથે જીતવા માટે જ મેદાન પર ઉતરી હતી.
જો કે ઇંગ્લેન્ડની વિકેટ પર એક વસ્તુ જોવા મળ્યું કે પિચ પર ઉભા રહીને સ્કોર બોર્ડ આગળ લઇ જઇ શકાય છે. શિખર ભલે જલ્દી આઉટ થયો હોય પણ રોહિતે વિકેટ પર ઉભા રહીને વિનિંગ ઇનિંગ રમીને ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. ઓવરઓલ બેટિંગમાં રોહિત શર્માએ ટીમને મજબૂત સ્થિતિ અપાવી હતી.
બીજી તરફ ભારતીય બોલિંગના લીધા આફ્રિકા વિશાળ સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. બુમરાહ અને ભુવીની બેસ્ટ બોલિંગ સ્પેલ હતો, જેમાં ગતિ અને સ્વિંગ બને જોવા મળી હતી. બંને એન્ડ પરથી આફ્રિકા પર દબાણ બનાવવામાં આવ્યું હતું.
વિદેશી ધરતી પર ભારતની સ્પિન બોલિંગનો કમાલ જોવા મળ્યો છે. વિકેટ ટેકીંગ બોલિંગ કરી ચહલ અને કુલદીપે ભારતની તાકાત મજબૂત કરી છે. જેમાં રિસ્ટ સ્પિનરનું મેજિક ભારતની જીતમાં યોગ્ય ભાગીદાર રહ્યું.
આફ્રિકામાં મુખ્ય ખેલાડીઓ ક્યાં તો ઇજાગ્રસ્ત છે અથવા તો ફોર્મમાં નથી. ઓપનિંગ બેટિંગ ફેલ, કેપ્ટન હજી નબળા પડી રહ્યા છે. અને તમામ મોર્ચે ટીમ કમજોર હોય તેવું લાગી રહ્યું છે. આફ્રિકાની ત્રણેય મેચમાં ફીલ્ડિંગ ખૂબ જ ખરાબ જોવા મળી છે.
આફ્રિકાની ટીમના પોતાના ખરાબ ફોર્મ અને ટીમના કોમ્બિનેશન સામે પણ સવાલ થઈ રહ્યા છે. ખરાબ ફિલ્ડિંગના કારણે વિકેટ મેળવવાના ઘણાં ચાન્સ ગુમાવ્યા હતા. ટોસ જીતીને પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું છે અને તે પછી બોલિંગ પણ એટલી અસરકારક જોવા મળી નહીં.
જો કે હવે આફ્રિકાએ વર્લ્ડ કપમાં પોતાની આશા જીવંત રાખવી હશે તો તેને પોતાની બધી મેચ જીતવી પડશે. એટલું જ નહીં તેને પોતાની નેટ રન રેટ પર પણ કામ કરવું પડશે ત્યારે જે તે સેમી ફાઇનલ સુધી પહોંચી શકશે.
હવે 9 જૂનના ભારતની ઓસ્ટ્રેલિયા સાથે મેચ રમાશે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.