1992થી ક્રિકેટ વર્લ્ડકપમાં રમનાર સાઉથ આફ્રિકાની ટીમને દરેક વખતે નસીબનો માર અથવા ગણતરીમાં થાપથી તે ફાઇનલમાં પ્રવેશથી પણ દૂર રહ્યું છે. આ વખતે ડુ પ્લેસિસની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ પોતાના પરનું ‘ચોકર’ ટેગ દૂર કરવા પૂરા પ્રયાસ કરશે. દક્ષિણ આફ્રિકાએ 2015ના વર્લ્ડકપ બાદ 74માંથી 47 વન-ડેમાં વિજય મેળવ્યો.
તાકાત : ક્વિન્ટોન ડી કોક, હાશિમ અમલા, ફાફ ડુ પ્લેસિસ, ડેવિડ મિલર, જેપી ડયુમિની જેવા ધરખમ બેટ્સમેન અને ડેલ સ્ટેન, કેગિસો રબાડા, લુંગી એન્ગિડી જેવા બોલર્સ કોઇપણ હરીફો પર ભારે પડવા માટે સક્ષમ છે. ઇમરાન તાહિરની ગણતરી હાલના શ્રેષ્ઠ સ્પીનર્સમાં થાય છે.દક્ષિણ આફ્રિકા સમયસર ફોર્મ મેળવી લેશે તો સેમિફાઇનલ સુધી પહોંચી જ શકે છે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ-2019: શું છે વર્લ્ડ કપમાં ટીમ વિરાટની જીત માટેની સ્થિતિ ?
નબળાઇ : ભારતની જેમ દક્ષિણ આફ્રિકા માટે પણ મિડલ ઓર્ડર ચિંતાનો વિષય બની શકે છે. હાશિમ અમલા છેલ્લા કેટલાક સમયથી વન-ડેમાં રમ્યો નથી જ્યારે લુંગી એન્ગિડી ઈજામુક્ત થઇને લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કરી રહ્યો છે. બેટ્સમેનોનું ફોર્મ દક્ષિણ આફ્રિકાની દિશા નક્કી કરશે.
વર્લ્ડકપમાં શ્રેષ્ઠ દેખાવ: 1992, 1999, 2007, 2015માં સેમિફાઇનલિસ્ટ.
ટીમ: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, ક્વિન્ટોન ડી કોક, રેસ્સી વાન ડેર દુસ્સેન, જેપી ડયુમિની, ઐડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, ક્રિસ મોરિસ, એન્ડિલ ફેહલુક્વાયો, ડ્વેન પ્રેટોરિયસ, કેગિસો રબાડા, તબરેઝ શામ્સી, ડેલ સ્ટેન, ઇમરાન તાહિર
