વર્લ્ડકપ ફાઇનલ 2019 માં ઇંગ્લેન્ડએ જીત પ્રાપ્ત કરી લીધી પણ મેચ પર થતો વિવાદ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યો. રવિવારે જે મેચ થઈ, તેમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. ઘણાં દિગજ્જોએ બાઉન્ડ્રીના આધારે પરિણામ સામે સવાલ કર્યા છે.
હવે આ મામલે ICC ના સર્વશ્રેષ્ઠ એમ્પાયર રહી ચૂકેલા સાયમન ટફેલનું પણ નામ સામેલ થયું છે. તેમના અનુસાર,જે ઓવર થ્રો માં ઇંગ્લેન્ડને 6 રન મળ્યાં હતા, એ ફક્ત 5 જ રન હોવા જોઈતા હતા.
ન્યુઝીલેન્ડના ‘ધ એજ ‘ સમાચારપત્ર સાથેની વાતમાં સાઇમન ટફેલએ જણાવ્યું કે, નિયમોને આધાર તરીકે જોવામાં આવે તો અહીં એમ્પાયરથી ભૂલ થઇ છે. કેમ કે ઇંગ્લેન્ડ ને 6 રન આપ્યાં ત્યાં એમને ફક્ત 5 રન જ આપવા જોઈતા હતાં. તેમજ એમને એમ પણ કહ્યું કે સીધી રીતે આ નિર્ણય માટે એમ્પાયરને દોષી માનવું પણ યોગ્ય નથી.
સાઇમન ટફેલે કહ્યું કે, મેચ અંતિમ ચરણમાં હતી અને જ્યારે એમ્પાયરનું ધ્યાન બેટ્સમેન કઇ તરફ ભાગે છે, એના પર નહીં પણ બોલ કયાંથી ઉચકાય છે ત્યાં હતુ. જ્યારે ટીવી રિપ્લેમાં બેટ્સમેનના દોડવા પર ધ્યાન ગયું હતું.
તમને જણાવી દઇએ કે સાઇમન ટફેલની ગણતરી ક્રિકેટની દુનિયાના સૌથી મોટા એમ્પાયરોમાં થાય છે. પરંતુ તે હવે અંતરરાષ્ટ્રીય મેચોમાં એમ્પાયરિંગ કરતા નથી પણ ICC ના ક્રિકેટ નિયમો બનાવે તે સમિતિના સભ્ય છે. સાઇમન ટફેલ પાંચ વખત ICC ના એમ્પાયર ઓફ ધ યર બન્યા છે.
શું કહે છે ક્રિકેટના નિયમો ?
જો હવે ICC પોતાની રૂલબુક ખોલીને જોય તો શું પરિણામ આવશે તેના પર આપણે એક નજર નાખીએ.
- ICC નિયમ સંખ્યા 19.8 ઓવર થ્રો કે ફિલ્ડરદ્વારા જાણીજોઈને આપવામાં આવેલ રન
- પેનલટી નો કોઈ પણ રન બંને ટીમોને આપવામાં આવે છે.
- જો થ્રો બોલ નાખતી વખતે બેટ્સમેન રન પૂરા કરવા માટે દોડે છે તો એ રન બાઉન્ડ્રી કે પછી ઓવર થ્રો સાથે જોડવામાં આવે છે.
વાસત્વમાં જે બોલને લઈને વિવાદ ચાલે છે. તે ઇંગ્લેન્ડની ઇનિંગની અંતિમ ઓવરની ચોથી બોલ હતી. આ બોલ પર બેટ્સમેન બેન સ્ટોક્સે શોટ રમ્યો અને બે રન માટે દોડી પડયા હતો. ત્યારે જ માર્ટિન ગુપ્ટિલે કીપર તરફ થ્રો કર્યો જે સીધા સ્ટોક્સના બેટને લાગ્યો. બેટને લાગીને આ બોલ સીધી બાઉન્ડ્રી ના બહાર ગઈ અને ઇંગ્લેન્ડને 6 રન (2+4) મળ્યાં.
આ જ રન ના પછી ઇંગ્લેન્ડ સુપર ઓવરની સ્થિતિમાં આવી ગઈ. પછી સુપર ઓવર ટાઈ થઇ ગઈ અને બાઉન્ડ્રી ના આધારે ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બની ગયું.