સેમી ફાઇનલ પહેલાં કેવી છે ન્યૂઝિલેન્ડની ટીમ તે જોવું પણ એટલું જ જરૂરી છે. ઓવર ઓલ અપ એન્ડ ડાઉન સાથે ટીમ સેમી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ઇન્ડિયા પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમ ચોથા સ્થાન પર છે.
વર્લ્ડ કપની શરૂઆતમાં ન્યૂઝિલેન્ડ સ્ટ્રોંગ ટીમમાં સ્થાન ધરાવતી હતી પણ જેમ જેમ લિગ મેચ આગળ વધી તેમ તેમ પોતાનું પરર્ફોમન્સ નબળું કરતી ગઇ હતી. પોતાની લીગ મેચમાં ત્રણ હાર છતાં અન્ય ટીમની હારના લીધે સેમી ફાઇનલમાં પહોંચવામાં તેઓ સફળ રહ્યા છે.
આ પણ વાંચો : સેમી ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાએ સૌથી મહત્વનો પ્રશ્નનો હલ શોધ્યો, જિજ્ઞા ગજ્જરની કલમે
ન્યૂઝિલેન્ડ ઓવર ઓલ Point of View
- પાકિસ્તાન સામે હાર, અને ઓસ્ટ્રેલિયા સામે જીત
- ઇંગ્લેન્ડ સામે મોટા અંતરે જીત અને સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું
- ન્યૂઝિલેન્ડ ઇન્ડિયા કરતાં ચોક્કસ વીક ટીમ જોવા મળી રહી છે
- ભારત માત્ર એક મેચ હાર્યું છે અને પહેલાં સ્થાન પર છે અને તેની NZ ત્રણ મેચ હાર્યું છે
- ભારત અને ન્યૂઝિલેન્ડની મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી, તેથી બંને વર્લ્ડ કપમાં પહેલી વાર જ રમશે
- જો ટીમની વાત કરવામાં આવે તો બેટિંગમાં ગુપ્તીલ, હેન્રી, વિલ્યમસન, રોઝ ટેલર કોઇ પણ મોટો સ્કોર કરી શક્યા નથી
- મિડલ ઓર્ડર સ્ટ્રોંગ છે પણ પાર્ટનરશિપ કરી સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું છે
- બોલિંગમાં સાઉથી, સેન્ટનર, ગ્રાન્ડહોમ પણ કોઇ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી
- બોલ્ટ અને સાઉથી ટીમ ઇન્ડિયા સામે પોતાનો અનુભવ પ્રદર્શિત કરી શકે છે.
- તેમની પાસે સારી પેસ અને સ્વિંગ બંને કમાલની કોમ્બિનેશન છે
મેચ પોઇન્ટ :
- ઇન્ડિયા સામે ન્યૂઝિલેન્ડ મજબૂત ફાઇટ આપી શકે છે. પણ ટીમ ઇન્ડિયા જીતના જુસ્સા સાથે આગળ વધી રહી છે.
- વર્લ્ડ કપમાં 8 વખત બંને ટીમ સામસામે આવી છે. જેમાંથી 3 વખત ઇન્ડિયા અને 4 વખત ન્યૂઝિલેન્ડ જીત્યું છે.
- અગાઉ ન્યૂઝિલેન્ડની ટીમ સ્ટ્રોંગ હતી પણ હાલ ભારતની ટીમ વધુ મજબૂત અને એગ્રેસિવ ક્રિકેટ રમી રહ્યું છે.
For more updates will soon on India vs New Zealand
Jigna Gajjar

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.