જળ, જંગલ અને જમીન, આ ત્રણ તત્વો વિના પ્રકૃતિની કલ્પના કરવી શક્ય નથી. જંગલ છે તો જીવ છે. જળ છે તો જળીય જીવનું અસ્તિત્વ છે અને તેનાથી પણ વધારે આપણા જીવનનું અસ્તિત્વ છે. દુનિયામાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જેની પાસે જળ, જંગલ અને જમીન પર્યાપ્ત માત્રામાં છે. આપણો દેશ નદી, જંગલ અને વન્ય જીવો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જો પ્રકૃતિ રહેશે તો જ આપણું જીવન પણ શક્ય છે. આ અંગે જ લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે 28 જુલાઈને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસના માધ્યમથી પ્રાકૃતિક સંસાધનોની સુરક્ષાને લઈને દુનિયાભરના લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવે છે. એક સ્વસ્થ વાતાવરણ જ સ્થિર અને ઉત્પાદક સમાજની આધાર છે અને વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ આ જ વિચાર પર આધારિત છે. આ દિવસનું મહત્ત્વ એટલે પણ છે કે પ્રકૃતિ સંરક્ષણ દ્વારા હાલની અને આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે છે.

આ દિવસનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટેનો છે. પ્રકૃતિમાં અસંતુલન ઉભું થવાને લીધે જ આપણને પ્રાકૃતિક આપદાનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયામાં દર વર્ષે આપણે પૂર, વાવાઝોડા અને એક અથવા બીજી રીતે પ્રકૃતિના રૌદ્ર રૂપને જોઈએ છે. તે સાથે જ દિવસે દિવસે પ્રકૃતિના તાપમાનમાં વધારો થતો જોઈએ છે, જે આપણા માટે સારી વાત નથી.
આ પ્રાકૃતિક આપદાઓને રોકવા માટે આપણે જ પગલાં લેવા પડશે. જો એમ નહીં કરશું તો આના કરતા વધારે રૌદ્ર સ્વરૂપ પ્રકૃતિનું આપણે જોવું પડશે. નાના નાના પ્રયાસોથી આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકીએ છે.
પ્રકૃતિ સંરક્ષણ માટે આપણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ
જંગલો કાપવા ન જોઈએ. બની શકે તેટલા નવા વૃક્ષો વાવો.

પાણીનો વગર જોઈતો વ્યય અટકાવો. જરૂર ન હોય તો તરત જ પાણીનો નળ બંધ કરો. વપરાયેલા પાણીન ફરીથી બીજા કોઈ કામ માટે વપરાશમાં લઈ શકાય તેવી શોધ કરવી જોઈએ.
જમીનના પાણીને સ્તર પર લાવવા માટે વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.
જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. અવાજ પ્રદૂષણને ઓછો કરવો જોઈએ.

કોર્બન જેવા ગેસનું પ્રોડક્શન બંધ કરવું પડશે.
પ્લાસ્ટિક, પોલિથીનનો ઉપયોગ સદંતર બંધ કરવો પડશે. કાગળ, જૂટ અથવા કપડાની થેલીનો બદી જગ્યાએ વપરાશ કરવો જોઈએ.
વીજળી બચાવો, જરૂર ના હોય ત્યારે લાઈટ, પંખા બંધ કરો. નાના બાળકોને પણ આ વસ્તુ માટેની શીખ આપો.
ઈન્ટરનેટના યુગમાં બધા બિલોની ચૂકવણી ઓનલાઈન કરવી જોઈએ જેથી માત્ર આપમો સમય નહીં પરંતુ કાગળની સાથે પેટ્રોલ-ડિઝલની પણ બચત થશે.
બને ત્યાં સુધી સાયકલ અથવા ચાલીને જવાની આદત પાડવી જોઈએ.

જળવાયુને સારી બનાવવા માટે નવી ટેક્નીક શોધવી જોઈએ.
પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુનો ઉપયોગ જીવન જીવવામાં કરવો જોઈએ. જેવી રીતે કેમિકલ ખાતરને બદલે જૈવિક ખાતરનો ઉપયોગ ખેતરમાં કરવો.
આવા નાના નાના પ્રયત્નોથી જ આપણે આપણી મા સમાન પ્રકૃતિને બચાવી શકશું અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકશું. તો ચાલો આજના દિવસે સંકલ્પ લઈએ કે બને તેટલો પ્રકૃતિને બચાવવા માટનો પૂરો પ્રયત્ન કરશું.
