દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ તથા આર્થિક મંદીમાં સરકારનો એજન્ડા, જેઓ વંચિત છે અને કોરોનાના કારણે પિડીત છે તેના પર જ હોવો જોઈએ અને સરકારના તમામ સંસાધનો- સ્ત્રોતો તેમના તરફ વાળીને જ હાલની સ્થિતિનો મુકાબલો કરી શકાશે. વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી તથા નોબેલ પારિતોષિક વિજેતા જોસેફ ટીંગલીઝેચેમ્બર્સ સરકારનું મહત્તમ બજેટ આ વર્ગ માટે ફાળવવાની સલાહ આપતા કહ્યું કે જરૂર પડે તો ધનવાનો પરનો ટેક્ષ વધારવામાં પણ સરકારે ખચકાવું જોઈએ નહી.
ભારતમાં અબજોપતિની સંખ્યા મોટી

મુંબઈમાં ફેડરેશન ઓફ ઈન્ડીયન ઓફ ચેમ્બર્સની બેઠકને સંબોધતા જોસેફે જણાવ્યું કે હાલની સ્થિતિમાં બેજ મુદા મહત્વના છે. પ્રથમ કોરોનાને શકય તેટલો કાબૂમાં રાખવો અને બીજું તમારા નાણાનો શ્રેષ્ઠ ઉપયોગ. આ બન્નેની હાલની સ્થિતિનો મુકાબલો કરી શકશે. તેઓએ જણાવ્યું કે જો તમારી પાસે નાણાકીય સ્ત્રોત ન હોય તો તમારે ધનિકો પરનો ટેક્ષ વધારીને પણ તે મેળવવા જોઈએ. ભારતમાં હવે અબજોપતિઓની સંખ્યા મોટી છે.
સરકારે આ કામગીરી સારી કરી છે
જો તમો વધુ નાણા ખર્ચ કરશો તો તે અર્થતંત્રને એક રાહત પેકેજ જ હશે. ભારતીય અર્થતંત્ર 2.9 ટ્રીલીયન ડોલર સુધી પહોંચી છે તે ઝડપથી થ્રી ટ્રીલીયન ડોલર બની જશે. તેઓએ કહ્યું કે સરકારે એક કામગીરી સારી કરી છે કે ગ્રામીણ ક્ષેત્ર સુધી અનાજ પહોંચાડીને કોઈને ભૂખ્યું ન સૂવે તે ચિંતા કરી છે. ઉપરાંત ગરીબોના હાથમાં ગ્રામીણ ક્ષેત્રમાં નાણા મુકવાથી માંગ વધી છે. સરકાર નાણાકીય ખાધની ચિંતાથી ખર્ચ કરતા ખચકાય છે.
આ પણ વાંચો : જગુઆર કારનું વેચાણ 50% વધ્યું
અમેરિકા જેટલા નાણા ભારત પાસે નથી. ફુગાવો પણ કાબુ બહાર જઈ શકે છે પણ આપણે અર્થતંત્રને વેગ આપવાનો છે તે સંદર્ભમાં તેઓએ સલાહ આપતા કહ્યું, ભારત અને અમેરિકા બન્ને નવી ચલણી નોટો છાપે છે પણ તેનાથી ફુગાવાજનક સ્થિતિ બનશે નહી અને હાલ નાણા ખર્ચવા જરૂરી છે જો તેમ કરવામાં નહી આવે તો લાંબાગાળે ખુબજ નુકશાન થશે.
આ પણ વાંચો : હવે સ્ટ્રીટ ફૂડ પણ ઓનલાઈન મળશે
