વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે ગુજરાત વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે. તે સાથે ગુજરાતના નામે એક નવો રેકોર્ડ જોડાશે.

આ મંદિર ગુજરાતમાં 100 એકર જમીન પર બનાવવામાં આવશે. તેની ઊંચાઈ 431 (131 મીટર) ફૂટ હશે. આ મંદિર વૈષ્ણોદેવી-જાસપુર નજીક પાટીદારોની કુળદેવી મા ઉમિયાનું હશે. જેમાં વિશ્વના બે લાખ ભક્તો મંદિરના શિલાન્યાસનમાં ઉપસ્થિત રહેશે. આ મંદિર બનાવવા માટે 1 હજાર કરોડનો ખર્ચ થશે.

કેવી હશે ડિઝાઇન
આ મંદિરને જર્મન અને ભારતીય આર્કિટેક્ટ્સે મળીને ડિઝાઇન કર્યું છે. મંદિરની આંતરિક ગેલેરીથી આખા અમદાવાદ શહેરને જોઈ શકશે. ગેલેરી આશરે 82 મીટર ઊંચી હશે. મંદિરના ગર્ભગૃહને ભારતીય સંસ્કૃતિ અનુસાર તૈયાર કરવામાં આવશે અને મંદિરના ગર્ભગૃહમાં માતા ઉમિયાની પ્રતિમા 52 મીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. તે ઉપરાંત મંદિરમાં શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવશે.
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદના મોટેરા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. જેને સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અહીંથી લોકોને સંબોધન કર્યું હતું. આ સ્ટેડિયમ 63 એકર જમીનમાં બનાવવામાં આવ્યું છે.

એક લાખ 10 હજાર દર્શકોની ક્ષમતાવાળું આ સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું છે. આ સ્ટેડિયમ બનાવવા માટે 800 કરોડનો ખર્ચ થયો છે. આ સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ મેદાન, ક્લબ હાઉસ, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર ક્રિકેટ એકેડેમી પણ બનાવવામાં આવી છે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ 182 મીટર છે. તેને બનાવવા માટે લગભગ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને તૈયાર થવામાં લગભગ 44 મહિનાનો સમય લાગ્યો હતો.

2020-21 માં ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સર્વાંગી વિકાસ માટે 387 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. એક રિપોર્ટ અનુસાર, 40 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે.

