વિશ્વમાં ચાલી રહેલી મહામારીને લીધે આપણી લાઈફમાં ઘણા બદલાવો આવી ગયા છે. ફેશન દુનિયામાં પણ બદલાવ જોવા મળી રહ્યા છે. હવે ફેસ માસ્કને એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે, તેમાં પણ બ્રાઈડલ માસ્કને ઘણા લોકો અપનાવી રહ્યા છે. હાલના સમયમાં લગ્ન કરનારી બ્રાઈડલ્સે તેમના લગ્નમાં માસ્કને પહેરવા માટે તૈયારીઓ કરી રહી છે. પરંતુ એક સવાલ છે કે શું બ્રાઈડલ માસ્ક ફેશન ઈન્ડ્સ્ટ્રીમાં પોતાનું સ્થાન લાંબા સમય સુધી જમાવી રાખવામાં સક્ષમ રહેશે કે નહીં.

આ નવા ટ્રેન્ડ અંગે ફેશન ડિઝાઈનર્સનું કહેવું છે કે, આ માસ્ક ફેશનેબલ હોવાની સાથે બ્રાઈડ પોતાની જાતને પણ એક્સપ્રેસ કરી શકશે. તેની સાથે આ માસ્કને ખાસ મટીરિયલમાંથી બનાવવામાં આવશે અને તેને બ્રાઈડલના લહેંગા અને ગ્રુમની શેરવાની સાથે મેચિંગ કરીને તૈયાર કરવામાં આવશે. માસ્ક ઉપર જરૂર પડે તો એમ્બ્રોઈડરી પણ કરવામાં આવશે. બીજી તરફ, એવા પણ ડિઝાઈનરો છે જેમનું માનવું છે કે, આ ટ્રેન્ડ લાંબા સમય સુધી ચાલશે તેવું લાગી રહ્યું નથી. તેમણે હજુ સુધી બ્રાઈડલ માસ્ક બનાવવાનું વિચાર્યું નથી.
સૌમ્યા જોશી નામની એક બિઝનેસવુમન જેના લગ્ન લોકડાઉન દરમિયાન થયા હતા, તેણે માસ્ક અંગે વાત કરતા કહ્યું હતું કે, હાલની પરિસ્થિતિને જોઈને ફેસ માસ્ક આપણી લાઈફનો જરૂરી હિસ્સો બની ગયો છે. મેં મારા લગ્ન માટે ખાસ માસ્ક બનાવ્યું હતું. મેં મારી પાસે વધેલા મટીરિયલમાંથી માસ્ક બનાવ્યું હતું અને તેની પર થોડી એમ્બ્રોઈડરી કરી હતી. આ સિવાય મેં મારા હસબન્ડ માટે પણ તેની શેરવાનીને મેચિંગ માસ્ક બનાવ્યું હતું અને મારી બ્રાઈડ્સમેડ માટે પણ બનાવ્યા હતા.
