હાલના સમયમાં લોકો ઘરથી બહાર જતી સમયે ઘરનું પાણી સાથે લઇ નથી જતા તેઓ બહારથી પાણી ની બોટલ લેવાનું વધારે પસંદ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે એ ખરેખર મિનરલ વોટર જ છે. ના એ મિનરલ વોટર હોતું નથી. બજારમાં અલગ અલગ બ્રાન્ડની વોટરની બોટલો મળે છે. પણ એ બધી મિનરલ નથી હોતું, દુકાનદાર પણ એ વાત ની ખબર નથી. સામાન્ય રીતે બજારમાં બે પ્રકારના પાણી મળે છે, એક મિનરલ વોટર અને બીજું પેકેજ્ડ પીવાનું પાણી. કહીએ તો પેકેજ પર બધી માહિતી આપેલી જ હોય છે પરંતુ જાણકારીના અભાવે કોઈ ને ખબર નથી.
કેવી રીતે ખબર પડશે મિનરલ વોટર નથી

બોટલ પર લગાવેલા લેબલ પર જ લખેલું હોય છે કે તે મિનરલ વોટર છે કે પૈકેજ્ડ ડ્રિંકિંગ વોટર. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દેશની એ સંસ્થા છે, જે દરેક વસ્તુના માપદંડ અને સ્ટાન્ડર્ડ નક્કી કરે છે. જેણે બંને પ્રકારના પાણી માટે અલગ અલગ માપદંડ નક્કી કર્યા છે. જે પ્રમાણે બંને પ્રકારના પાણીની બોટલ પર અલગ અલગ કોડ હોય છે. જે બોટલ પર IS:14543 નો માર્ક લાગેલો હોય તે પૈકેજ્ડ ડ્રિંકિંગ વોટર છે, અને IS:13428 નો માર્ક હોય તે મિનરલ વોટર પર.

મિનરલ વોટર
મિનરલ વોટરમાં પાણી સામાન્ય રીતે પ્રાકૃતિક ઝરણાઓ અને ફુવારામાંથી લેવામાં આવે છે. ત્યારબાદ પાણીને પ્યુરિફાય કરવામાં આવે છે અને તેમાં અલગથી ખનિજ તત્વોને ઉમેરવામાં આવે છે. સામાન્ય પાણીની સરખામણીએ સ્વાદ અને સ્વાસ્થ્ય માટે વધારે સારૂ હોય છે. સામાન્ય રીતે એક બોટલની કિંમત 100 રૂપિયાથી વધારે હોય છે.

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર
પૈકેજ્ડ ડ્રિંકિંગ વોટર એટલે પીવાનું સામાન્ય પાણી, જેને સાફ કરીને પેક કરવામાં આવ્યું છે. આપણે 20,30 કે 40 રૂપિયા આપીને જે પાણી ખરીદીએ છીએ તે પૈકેજ્ડ ડ્રિંકિંગ વોટર જ છે. જેવી રીતે ઘરે આપણે પાણીને ફિલ્ટર કરીએ છીએ, તેવી જ રીતે નળના પાણીને ફિલ્ટર કરવામાં આવે છે.
