કોરોના વાયરસને લીધે મોટાભાગના લોકો ઘણા લાંબા સમયથી પોતાના ઘરોમાં જ છે અને તેવામાં ઈન્ટરનેટ લોકો માટે કોઈ વરદાનથી ઓછું નથી. પરંતુ સોશિયલ મીડિયાની કેટલીક ખોટી આદતોને લીધે સંબંધમાં તિરાડ પણ પડી શકે છે. જો તમને લાગે છે કે તમારો પાર્ટનરમાં સોશિયલ મીડિયાને લીને આ આદતો જોવા મળે છે તો તમારે સતર્ક થવાની જરૂર છે.

સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવવો
ડિજીટલ સોસાયટીનો હિસ્સો હોવાને લીધે સોશિયલ મીડિયા પર સમય વિતાવવો સામાન્ય વાત છે. મોટાભાગના લોકો પોતાના ફોલોઅર્સ અને ઓનલાઈન મિત્રોને પોતાના અંગે અપડેટ કરતા રહેવા માગતા હોય છે. પંરતુ જો તમને લાગે કે તમારો પાર્ટનર સોશિયલ મીડિયાપર જરૂર કરતા વધારે સમય વિતાવી રહ્યો છે તો તમારે આ અંગે તમારા પાર્ટનર સાથે વાત કરવી જોઈએ.

તમારા સંબંધ અંગે ઘણી વાતો શેર કરવી
ક્યારેક લોકો પોતાનો પ્રેમ જતાવવા માટે પોતાના પાર્ટનર સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. પરંતુ અમુક પ્રાઈવેટ વાતો જરૂરતથી વધારે સોશિયલ મીડિયા પર શેર કરવી ખોટી વાત છે. જો તમે ખરેખરમાં પોતાના પાર્ટનરની પરવા કરતા હશો, તો તમારી પ્રાઈવેટ વાતોનો જરૂરથી ખ્યાલ રાખશો.

સર્ચ સેક્શનમાં વારંવાર અમુક લોકોને સર્ચ કરવા
જો તમને તમારા પાર્ટનર પર કોઈ જાતનો શક હોય તો તમે તેમની આનલાઈન એક્ટિવિટી અંગે જાણવા માટે તેમના સર્ચ એન્જીન પરથી જાણી શકો છો. તેમણે જે વ્યક્તિની પ્રોફાઈલ વાંરવાર ચેક કરી હશે તે સર્ચ એન્જિનમાં પહેલા બતાવશે.

ચોરીછૂપે પોતાના એક્સ અંગે જાણવું
જો તમારા પાર્ટનરને તેમના એક્સનો ઓનલાઈન પીછો કરવાની આદત હોય, તો તે પોતાના ભૂતકાળમાંથી ક્યારેય બહાર આવ્યો નથી અથવા તો તેમને તમારામાં કોઈ રસ નથી. આ બંને વાતો તમારા માટે સારી નથી.
પોતાના એક્સને બતાવવા માટે પોસ્ટ કરવી જો તમને લાગતું હોય કે તમારો પાર્ટનર માત્ર તેમના એક્સને બતાવવા માટે તમારી સાથેના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યો છે, તો અંગે તમારે જરૂરથી તેમની સાથે બેસીને વાત કરવી જોઈએ. આ પહેલા કોઈ વાત બગડે, તમારે તમારા પાર્ટનરને આ આદતોથી દૂર રહેવા માટે કહેવું જોઈએ, જેથી તમારો સંબંધ જળવાઈ રહે.
