નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ કર્યાનું એક વર્ષ પૂરું થયું છે. વર્ષ 2018 માં વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી એટલે 31 ઓક્ટોબરના રોજ લોકાર્પણ કર્યું હતું. એક વર્ષમાં આશરે 25 લાખ પ્રવાસીઓએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી છે જેનાથી 63.39 કરોડની આવક થઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની જાહેરાત કરી હતી. અને વડાપ્રધાન બન્યા પછી 2018 માં તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું અહીંયા લોકોના આકર્ષણ માટે સરકારે અલગ અલગ પરી યોજનની પણ શરૂઆત કરી છે. એક વર્ષમાં દેશ અને વિદેશના લાખો પ્રવાસીઓએ મુલાકત લીધી છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની 24,44,767 પ્રવસીઓએ મુલાકાત લીધી છે જેથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટને 63,39,14128 રુપિયાની આવક થઈ છે. સરકાર હવે પ્રતિદિન 50 હજાર પ્રવાસીઓ માટે વ્યવસ્થા કરી રહી છે.