રાજ્યમાં જે રીતે નોકરી માટેની પરીક્ષાના પેપર લીક થઈ રહ્યા છે તે રીતે સરકારની મુશ્કેલી વધી રહી છે. હવે મહેસાણાના ઉનાવા ખાતે વન સંરક્ષણની પરીક્ષા મામલે ગેરરીતિમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પેપર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે મોટા દાવો કર્યો છે. આ પેપર લીક નથી થયું પરંતુ ક્યાંક ને ક્યાંક ચોરી થઈ છે અને તેમાં પણ જીતુ વાઘાણીના મત ક્ષેત્ર ભાવનગર જિલ્લામાંથી આ પેપર સોશિયલ મીડિયામાં ફોર્વડ થયાનો મોટો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યો છે.
યુવરાજ સિંહે કહ્યું કે, પેપર સોશિયલ મીડિયામાં ફોર્વડ કરાયુ હોવાનો વિદ્યાર્થી નેતાએ દાવો કર્યો છે. પેપર લીક નથી થયું પરંતુ ક્યાંક ને ક્યાંક ચોરી થઈ છે. વિદ્યાર્થી દ્વારા આધાર પુરાવાઓ મળ્યા હતા.

સોશિય મીડીયામાં પેપર ફોરવર્ડ કરાયું હતું. બહોળા પ્રમાણમાં વાયરલ થયું હતું. ચાલુ પેપર દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયું છે. જીતુભાઈના મત વિસ્તારમાંથી આ પેપર વાયરલ થયું છે. ભાવનગર જિલ્લાના પાલિતાણાના કોચિંગ સેન્ટર પરથી પેપર ફોર્વડ થયુ હોવાનો દાવો યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યો છે.
બીજી તરફ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, આધાર પુરાવાઓ રજૂ કરો તેવું તેમને કહ્યું હતું ત્યારે અમે તેના આ પુરાવાઓ આપી રહ્યા છે. આ મામલે વિધાનસભાથી લઈ ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જેનાં પડઘા ચૂંટણી પહેલાં વધુ મુશ્કેલી ભાજપ માટે ઊભી કરી શકે છે.